________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
देहादेहयोः यो वसति भेदाभेदनयेन। तमात्मानं मन्यस्य जीव त्वं किमन्येन बहुना।। २९ ।। ભેદભેદ નયે વસે દેહે દેહથી ભિન્ન;
તે આત્માને જાણ જીવ, બહુ અન્યથી શું ખિન્ન ? ૨૯
જે આત્મા ભેદ, અભેદ નયથી દેહ તથા અદેહમાં નિવાસ કરે છે, તેને હે જીવ તું પરમાત્મા જાણ. આત્માથી ભિન્ન એવા દેહુ રાગાદિથી શું પ્રયોજન છે?
જે અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી જડરૂપ દેહમાં નિવાસ કરે છે અને શુદ્ધ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વભાવમાં રહેલો છે. અર્થાત વ્યવહારનયથી આત્મા દેહસ્થિત કહેવાય છે છતાં પરમાર્થથી સ્વભાવમાં સ્થિત છે, તે આત્માને હે જીવ, તું પરમાત્મા માન, તેનું જ ધ્યાન કર, તેથી અન્ય તન ધન સ્વજનાદિનું તારે શું કામ છે? આત્મા દેહમાં વસતાં છતાં નિશ્ચયથી દેહરૂપે પરિણમતો નથી. તે સ્વશુદ્ધાત્મા જ સર્વ પ્રકારે ઉપાદેય છે. ર૯
જીવ અજીવદ્રવ્યો પોતપોતાનાં લક્ષણથી જુદાં છે
जीवाजीव म एक्कु करि लक्खण-भेएँ भेउ। जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ।।३०।। जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः। यत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः।। ३०।। જીવાજીવ ન એક ગણ, લક્ષણ ભેદે ભિન્ન;
જે પર તેને કહું, ગણ સ્વ સ્વથી અભિન્ન. ૩૦ હે શિષ્ય, તું જીવ અને અજીવને એક ન કર, એટલે એક ન માન કારણ કે આ બન્નેમાં લક્ષણના ભેદથી ભેદ છે. જે પર છે તેને તે પર જાણ અને આત્મા આત્માની સાથે અભેદ છે એમ હું કહું છું તે તું માન્ય કર, શ્રદ્ધા કર.
વર્ણ, રસાદિ રહિત “શુદ્ધ ચૈતન્ય” જીવનું લક્ષણ છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં જડ દ્રવ્યના ગુણ તથા લક્ષણ નથી તેથી શુદ્ધાત્મા અજીવથી તદ્દન જુદો છે. અજીવ દ્રવ્ય બે પ્રકારે છે. એક જીવસંબંધી અને અજીવ સંબંધી. દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ જીવ સંબંધી અજીવ દ્રવ્ય છે. અને પુદગલાદિ પાંચ દ્રવ્યરૂપ અજીવ જીવ સંબંધી નથી. માટે જીવથી જુદા છે. આ પ્રમાણે જીવ અને અજીવ બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. તેને હે શિષ્ય એક જાણીશ નહિ. રાગાદિ જે કર્મજન્ય છે તેથી પર છે તેને પર જ માન. આત્માથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com