________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાનંદ સુખરસના આસ્વાદ દ્વારા ત્યાંથી ખસેડીને જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપને ધ્યાવે છે તેની સંસાર રૂપી મોટી લતા નાશ પામે છે અર્થાત્ ભવ-ભ્રમણ ટળી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૩ર નિશ્ચયથી પરમાત્મા દેહ દેવાલયમાં વસે છે
देहा-देवलि जो वसइ देउ अणाइ-अणंतु। વવ7-Mા-ડુરંત-તળુ સો પરમપૂ fમંતiા રૂરૂ . देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः। केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ।। ३३ ।। તન દેવાલયમાં વસે, દેવ અનાદિ અનંત;
કેવલજ્ઞાન પ્રગટ તનુ, પરમાતમ નિર્દાન્ત. ૩૩
જે આત્મદેવ દેહરૂપી દેવાલયમાં નિવાસ કરે છે, જે અનાદિ અનંત છે. અને જેને કેવલજ્ઞાન પ્રકાશરૂપ શરીર છે, તે નિઃસંદેહ પરમાત્મા છે.
આત્મા વ્યવહારથી દેહરૂપી દેવાલયમાં વસે છે તોપણ નિશ્ચયથી તે દેહથી ભિન્ન છે. શરીરની સમાન મૂર્તિક તથા અશુચિમય નથી, પણ મહા પવિત્ર છે, આરાધવા યોગ્ય છે; પૂજ્ય છે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી પરમાત્મા અનાદિ અનંત છે અને દેહ સાદિ સાંત છે. આત્મા નિશ્ચયથી લોકાલોકને જાણનાર કેવળજ્ઞાન પ્રકાશરૂપ શરીરવાળો છે, જ્યારે દેહ તો જડ છે,એમ પૂર્વોક્ત લક્ષણયુક્ત પરમાત્મા જડ દેહમાં રહે છે તો પણ તેથી જુદો છે, તે દેહને આત્મારૂપી દેવ અડતો નથી. તે જ આત્મદેવ ઉપાદેય છે. ૩૩ આત્મા દેહને સ્પર્શતોય નથી
देहे वसंतु वि णवि छिवइ णियम देहु वि जो जि। देहँ छिप्पइ जो वि णवि मुणि परमप्पउ सो जि।।३४।। देहे वसन्नपि नैव स्पृशति नियमेन देहमपि य एव। देहेन स्पृश्यते योऽति नैव मन्यस्व परमात्मानं तमेव।। ३४।। વસે દેહમાં તોય ના, નિશ્ચ સ્પર્શે દેહ;
દેહે વળી સ્પર્શાય ના, ગણ પરમાતમ તેહ. ૩૪ દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી જે દેહને સ્પર્શતો નથી; તેમ દેહ વડે જે સ્પર્શ કરાતો નથી, અર્થાત્ દેહથી જે જુદો જ છે, તેને તું પરમાત્મા જાણ. અર્થાત્ પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે.
શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવાં ક્રોધ, માન, માયા, અને લોભરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com