________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
ભિન્ન માન. અહીં જે શુદ્ધ લક્ષણ સંયુક્ત શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે તે જ ઉપાદેય છે. ૩) શુદ્ધાત્માના જ્ઞાનાદિ લક્ષણોને કહે છે
अमणु अणिंदिउ णाणमउ मुत्ति-विरहिउ चिमित्त। अप्पा इंद्रिय- विसउ णवि लक्खण एहु णिरुतु।।३१।। अमनाः अनिन्द्रियो ज्ञानमयः मूर्तिविरहितश्चिन्मात्रः। आत्मा इन्द्रियविषयो नैव लक्षणमेतन्निरुक्तम्।।३१।। ઇંદ્રિય મન વિણ, જ્ઞાનમય, અરૂપી ચેતનમાત્ર;
આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નહિ, એ લક્ષણ વિખ્યાત. ૩૧
આ શુદ્ધ આત્મા મનરહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, અમૂર્તિક છે, ચૈતન્ય માત્ર છે તથા ઇન્દ્રિયોથી જણાય તેવો નથી. આ પ્રમાણે જીવનાં નિશ્ચિત લક્ષણ કહ્યાં છે.
પરમાત્મા મનરહિત છે, કારણ કે મને સંકલ્પ –વિકલ્પ રૂપ છે અને પરમાત્મામાં સંકલ્પ-વિકલ્પનો અભાવ છે. પાંચ ઈન્દ્રિયોથી રહિત હોવાને લીધે પરમાત્મા અતીન્દ્રિય છે. લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન સહિત હોવાથી પરમાત્મા જ્ઞાનમય છે. આત્મામાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શનો અભાવ છે તેથી તે અમૂર્તિક છે. અન્ય દ્રવ્યોમાં ચૈતન્યપણાનો અભાવ છે, માત્ર જીવ દ્રવ્યમાં ચૈતન્યપણું છે તેથી તે ચિત્માત્ર કહેવાય છે. પરમાત્મા ઈન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, વીતરાગ વસંવેદન જ્ઞાનથી જ જણાય છે માટે ઈન્દ્રિય અગોચર છે. આવાં લક્ષણવાળો આત્મા છે. ૩૧ પરમાત્માના ધ્યાનથી સંસારલતા નાશ પામે છે
भव-तणु-भोय-विरत्त मणु जो अप्पा झाएइ। तासु गुरुक्की वेल्लडी संसारिणि तुट्टेइ।। ३२ ।। भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति। तस्य गुर्वी वल्ली सांसारिकी त्रुट्यति।।३२।। ભવ તન ભોગ વિરક્ત મન, આત્મસ્વરૂપ જે ધ્યાય;
તેની ભવવેલી મહા, શીધ્ર તૂટી ક્ષય થાય. ૩૨
જે જીવો સંસાર, શરીર તથા ભોગોથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી લતા નાશ પામે છે.
સંસાર, શરીર અને ભોગોમાં આ ચિત્ત જે આસક્ત છે તેને વીતરાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com