________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ આત્મા દેહરૂપ થતો નથી
कम्ण-णिबद्ध वि जोइया देहि वसंतु बि जो जि। होइ ण सयलु कया वि फुडु मुणि परमप्पउ सो जि।। ३६ ।। कर्मनिबद्धोऽपि योगिन् देहे वसन्नति य एव। भवति न सकलः कदापि स्पुंट मन्यस्व परमात्मानं तमेव।। ३६ ।। યોગિન્ કર્મ નિબદ્ધ જો, તને વસે વળી તોય;
દેહરૂપ કદી ના બને, ફુટ પરમાતમ સોય. ૩૬
હે યોગી, કર્મોથી બંધાયેલો આત્મા શરીરમાં નિવાસ કરવા છતાં કદી પણ દેહરૂપ થતો નથી, તેને તું નિશ્ચયથી પરમાત્મા જાણ.
પરમાત્મભાવનાના પ્રતિપક્ષભૂત એવા રાગદ્વેષમોહદિ ભાવો વડે સંચય કરેલાં કર્મોથી આ આત્મા અશુદ્ધનયની અપેક્ષાએ બંધાયેલો છે તથા દેહમાં પણ સ્થિત છે. તોપણ નિશ્ચયથી દેહરૂપ થતો નથી તેને તું પરમાત્મા જાણ. ૩૬
અજ્ઞાનીઓને આત્મા દેહરૂપે ભાસે છે
जो परमत्थें णिक्कलु वि कम्म-विभिण्णउ जो जि। मूढा सयलु भणंति फुडु मुणि परमप्पउ सो जि।।३७।। यः परमार्थेन निष्कलोऽपि कर्मविभिन्नो य एव। मूढाः सकलं भणन्ति स्फुटं मन्यस्व परमात्मानं तमेव।। ३७।। પરમાર્થે અશરીર્ર છે, જે વળી કર્મવિભિન્ન; કહે મૂઢ તનરૂપ એ, ફુટ પરમાતમ ચીન. ૩૭
જે આત્મા પરમાર્થ-નિશ્ચયનયથી શરીર રહિત છે, જ્ઞાનાવરણાદિ કર્મોથી ભિન્ન છે છતાં અજ્ઞાનીઓ તેને પ્રગટપણે શરીરરૂપ માને છે, તેને હે પ્રભાકર , તું આત્મા જાણ, માન, ઓળખાણ કરી લે.
ભેદાભેદ રત્નત્રયની ભાવના વિનાના અજ્ઞાનીઓ આત્માને શરીરરૂપ માને છે, પણ પરમાર્થથી તે આત્મા દેહ તથા કર્મથી જુદો છે. ૩૭ કેવલજ્ઞાનમાં સમસ્ત વિશ્વ ભાસે છે
गयणि अणंति वि एक्क उडु जेहउ भुयणु विहाइ। मुक्कहँ जसु पए बिंबियउ सो परमप्पु अणाइ।।३८ ।। गगने अनन्तेऽपि एकमुड़ यथा भवनं विभाति। मुक्तस्य यस्य पदे बिम्बितं स परमात्मा अनादिः।। ३८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com