________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
જેના કેવલજ્ઞાનમાં, ભાસે ત્રિભુવન વ્યક્ત;
અમિત નભે નક્ષત્રશું; અનાદિ તે ભગવંત. ૩૮ જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર, તેમ ત્રણે લોક જેના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત રહેલા, દર્પણમાં મુખની પેઠે ભાસે છે, તે અનાદિ પરમાત્મા છે.
જેના કેવલજ્ઞાનમાં એ તારાની સમાન સમસ્ત લોકા-લોક ભાસે છે તે પરમાત્મા રાગાદિ સર્વ વિકલ્પ રહિત એવા યોગીઓને ઉપાદેય છે. ૩૮ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય છે
जोइय-विंदहिं णाणमउ जो झाइज्जइ झेउ। मोक्खहँ कारणि अणवरउ सो परमप्पउ देउ।।३९ ।। योगिवृन्दैः ज्ञानमयः यो ध्यायते ध्येयः। मोक्षस्य कारणे अनवरतं स परमात्मा देवः ।। ३९ ।। યોગીવૃન્દ ધ્યાવે સતત, જ્ઞાનમયી એ ધ્યેય;
મોક્ષ-હેતુ ધ્યાવો સદા; તે પરમાતમ દેવ. ૩૯ મુનીશ્વરો વડે મોક્ષના કારણે જે જ્ઞાનમય પરમાત્માનું ધ્યેયરૂપે નિરંતર ધ્યાન કરાય છે–અર્થાત્ મુનિ મહાત્માઓ જેનું સતત ધ્યાન કરે છે તે પરમાત્મા છે.
આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને મુમુક્ષુઓ વડે પરમારાધ્ય પરમાત્મા જ ઉપાદેય છે કારણ કે તે પરમાત્માનું ધ્યાન મોક્ષનું બળવાન કારણ છે. ૩૯
કર્માધીન આત્મા અનેક અવસ્થાઓ ધારણ કરે છે
जो जिउ हेउ लहेवि विहि जगु बहु-विहउ जणेइ। लिंग-त्तय-परिमंडियउ सो परमप्पु हवेइ।।४०।। यो जीवः हेतुं लब्ध्वा विधि जगत् बहुविधं जनयति। लिङ्गत्रयपरिमण्डितः स परमात्मा भवति।। ४०।। કર્મ કારણે ભવ ભમે, ૨ચે જગત બહુવિધ; ત્રિવિધ લિંગ યુત, નિશ્ચયે તે પરમાતમ સિદ્ધ. ૪૦
જે આત્મા જ્ઞાનાવરણાદિ કર્મરૂપ કારણને પામીને અનેક પ્રકારના જગત (ત્ર સ્થાવર આદિ પર્યાયો) ને ઉત્પન્ન કરે છે. એટલે કર્મ નિમિત્તે ત્રસાદિ અનેક અવસ્થાઓ ધારણ કરે છે તથા સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસક લિંગ એમ ત્રણ લિંગોને પણ પામે છે તે જ નિશ્ચયથી પરમાત્મા છે. અશુદ્ધરૂપે પરિણમેલો આત્મા જગતમાં ભટકયા કરે છે માટે જગતનો કર્તા કહેવાય છે અને જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com