________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
પરમાત્માસ્વરૂપ ચાલુ
वेयहिँ सत्थहिँ इंदियहिँ जो जिय मुणहु ण जाइ। णिम्मल-झाणहँ जो विसउ सो परमप्पु अणाइ।।२३।।
वेदैः शास्त्रैरिन्द्रियैः यो जीव मन्तुं न याति। निर्मलध्यानस्य यो विषयः स परमात्मा अनादिः।। २३ ।।
વેદ શાસ્ત્ર ઈન્દ્રિયથી જીવ ન જાણ્યો જાય; નિર્મળ ધ્યાન તણો વિષય, અનાદિ આતમરાય. ૨૩
જે વેદશાસ્ત્રો તથા ઈન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, પણ જે પવિત્ર ધ્યાનનો વિષય છે, તે જ આદિ-અંત રહિત પરમાત્મા જણાય છે.
વેદ તથા શાસ્ત્ર શબ્દરૂપ છે અને આત્મા તો શબ્દાતીત છે. તે શબ્દોથી કેમ જણાય? ઈન્દ્રિયો અચેતન છે, તે આત્માને જાણી શકતી નથી. આત્મા તેઓને જાણનાર છે. માટે પરપદાર્થોને કયાંથી જાણે ? નિર્મળ ધ્યાન દ્વારા જ પરમાત્મા જણાય છે.
અન્યત્ર કહ્યું છે કે
अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा।।
अन्यथा परमं तत्त्वं लोकाः क्लिश्यन्ति चान्यथा।। વેદની પંડિતાઈ જુદી છે, તેમ શાસ્ત્રનું પંડિતપણું પણ જુદું છે. જ્યારે પરમાત્મ તત્ત્વ તેથીય જુદું છે અને લોકો અન્યથા કલેશ કરે છે. ૨૩
એ પરમ તત્ત્વ શુદ્ધ સહજામા જ સર્વથા ઉપાદેય છે. પરમાત્મા સમાધિનો વિષય છે એમ કહે છે
केवल-दंसण -णाणमउ केवल-सुक्ख-सहाउ। केवल-वीरिउ सो मुणहि जो जि परावरु भाउ।। २४।। केवलदर्शनज्ञानमयः केवलसुखस्वभावः। केवलवीर्यस्तं मन्यस्व य एव परापरो भावः।। २४ ।। કેવલદર્શનજ્ઞાનમય, કેવલ સુખ સ્વભાવ; કેવલ વીર્યમયી ગણો, સર્વશ્રેષ્ઠ સદ્ભાવ. ૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com