________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
તે પરમાત્મા વીતરાગ સ્વભાવને લીધે શાંત અને પરમાનંદ સુખ સ્વભાવને લીધે શિવ કહેવાય છે, તે શુદ્ધ પરમાત્મસ્વભાવની ભાવના કર. પરમાત્માનું કથન કરે છે
जो णिय-भाउ ण परिहरइ जो पर-भाउ ण लेइ। जाणइ सयलु वि णिच्चु पर सो सिउ संतु हवेइ।।१८।। यो निजभावं न परिहरति यः परभावं न लाति। जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति।। १८ ।। તજે ન જે નિજભાવને, રહે નહીં પરભાવ;
કેવલ જાણે સૌ સદા, તે શિવ શાંત સ્વભાવ. ૧૮
જે આત્મા અનંતજ્ઞાનાદિરૂપ સ્વસ્વભાવને તજતો નથી અને કામક્રોધાદિરૂપ પરભાવને ગ્રહણ કરતો નથી તથા સર્વ પદાર્થોને માત્ર જે જાણે છે તે જ શાંત તથા શિવરૂપ થાય છે.
સંસાર અવસ્થામાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વજીવો શક્તિરૂપે પરમાત્મા છે, વ્યક્તિરૂપે નહિ. મુક્ત અવસ્થામાં જ આત્મા વ્યક્તિરૂપે પરમાત્મા કહેવાય છે. ત્યારે આત્મા શાંત, શિવ આદિ સંજ્ઞાને પામે છે. કહ્યું છે
शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयं।
प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः।। પરમ કલ્યાણરૂપ, નિર્વાણરૂપ મહાશાંત અવિનશ્વર એવા મુક્તિ પદને જે પામ્યા તે શિવ કહેવાય છે, તે સિવાય નામધારી અન્ય કોઈ યથાર્થ શિવ નથી. શાંત, શિવ પરમાત્મા ઉપાદેય છે. ૧૮ નિરંજનનું સ્વરૂપ કહે છે
जासु ण वप्पु ण गंधु रसु जासु ण सहु ण फासु। जासु ण जम्मणु मरणु ण वि णाउ णिरंजणु तासु।।१९।। जासु ण कोहु ण मोहु मउ जासु ण माय ण माणु। जासु ण ठाणु ण झाणु जिय सो जि णिरंजणु जाणु।।२०।। अत्थि ण पुण्णु ण पाउ जसु अत्थि ण हरिसु विसाउ। अत्थि ण एक्कु वि दोसु जसु सो जि णिरंजणु भाउ।।२१।।
તિયત્નો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com