________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩
છે. તેથી જ્યાં સુધી મિથ્યાદષ્ટિને અનંતાનુબંધી કષાય છે. ત્યાં સુધી તે બહિરાત્મા છે, તેને તો સ્વસંવેદન જ્ઞાન-સમ્યજ્ઞાન સર્વથા જ નથી.
ચોથા ગુણસ્થાનમાં રહેનાર સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી સમ્યજ્ઞાન પ્રગટયું છે; પણ કષાયની ત્રણ ચોકડી અવશેષ હોવાથી બીજના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. અને પાંચમા ગુણસ્થાનવાળા આત્માને બે ચોકડીનો અભાવ હોવાથી ચોથા ગુણસ્થાન કરતાં પાંચમામાં રાગભાવ ઓછો છે, વીતરાગતા વધી છે; આથી સ્વસંવેદન જ્ઞાન પણ વિશેષ છે, પણ બે ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતો નથી; મુનિને ત્રણ ચોકડી ( અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ, અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા ને લોભ તથા પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા ને લોભ) નો અભાવ છે. માટે તેઓને રાગભાવ નિર્બળ હોય છે અને વીતરાગભાવ પ્રબળ હોય છે. મુનિ અવસ્થામાં પહેલાં કરતાં, નીચેની અવસ્થા કરતાં વીતરાગતાં વિશેષ છે; પણ ચોથી ચોકડી (સંજ્વલન કષાય) બાકી છે તેથી અત્રે વીતરાગસંયમી જેવો પ્રકાશ નથી, સાતમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી મંદ થઈ જાય છે. ત્યાં આહાર-વિહારાદિ ક્રિયા નથી હોતી, એમાં ધ્યાનારૂઢ અવસ્થા છે. સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં જ્યારે સંયમી આવે છે ત્યારે આહારાદિ ક્રિયા સંભવે છે. આ પ્રમાણે સંયમી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં સ્થિર રહેતો નથી; અંતર્મુહૂર્તકાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે.
આઠમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી અત્યંત મંદ થઈ જાય છે તેથી ત્યાં રાગભાવ અત્યંત ક્ષય થઈને વીતરાગભાવ પુષ્ટિ પામે છે. અહીં સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણિ ચઢવા અર્થે શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. શ્રેણિનાં બે ભેદ છે-એક ક્ષપક, બીજી ઉપશમ; ક્ષપક શ્રેણિવાળો આત્મા તે જ ભવમાં કેવલજ્ઞાન પામી નિર્વાણપદ પામે છે.
ઉપશમ શ્રેણિવાળો મુનિ આઠમા, નવમા, દશમા તથા અગિયારમા ગુણસ્થાનને સ્પર્શી પાછો પડે છે, પછી થોડાક ભવ ધારણ કરી મોક્ષ પામે છે. ક્ષપક શ્રેણિવાળો સંયમી આઠમા, નવમા, ગુણસ્થાનને પામી કષાયોનો સર્વથા અભાવ કરે છે, એક સંજ્વલન લોભ રહી જાય છે. અહીં પહેલ કરતાં વીતરાગતા અતિ પ્રબળ થાય છે. તેથી સ્વસંવેદન અત્યંત અધિક પ્રકાશ થાય છે. પરંતુ એક સંજ્વલન લોભ બાકી રહેતો હોવાથી અહીં સરાગ ચારિત્ર જ કહેવાય છે. દશમા ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ રહેતો નથી અને મોહનીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાથી વીતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com