________________
[ ૧૬ ]
અંગ્રેજ પ્રજા સાહસી અને દૂરદર્શી. આ અંદરના વિકાસ કર્યાં અને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના સાહિસકો મુંબઇ આવ્યા અને પેાતાની પેઢીએ ખેલીને વેપાર કરવા લાગ્યા.
સવત ૧૯૧૮ થી ૧૯૨૧ માં વેપારીએ આડતીઆને લખતા કે આજના ભાવ નીચે પ્રમાણે છે. આવતી કાલના ભાવ પ્રેમચંદ રાયચંદ જાણે.
સ. ૧૯૨૨ માં પ્રેમચંદ્ન રાયચંદ્રને માટી ખાટ આવી અને પેઢી બંધ થઈ.
મુંબઈના બંદરનું સમગ્ર હિન્દને આકર્ષણ જાગ્યુ` અને અમદાવાદ, સુરત અને મારવાડના જૈનોએ પેાતાની પેઢીએ મુંબઇમાં શરૂ કરી
એ રીતે કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના સાહસિક વીરા પણ મુંબઈ આવી પહોંચ્યા અને તેઓએ પાતાની પેઢીએ જમાવી.
શેઠ નરશી નાથા, શેઠ નરશી કેશવજી નાયક અને શેઠ વેલજી માલુ વગેરે ખૂબ કમાયા અને સન્માર્ગોમાં ખૂબ ખર્ચ
કરતા ગયા.
આજથી સે। વર્ષ પહેલાં મુબઈમાં ખારેક બજારમાં શ્રી અનંતનાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું. આ મંદિરમાં કચ્છી દાનવીરાને મેાટાં ફાળે છે.