________________
પરમ ઉપકારી માર્ગદર્શક શ્રી માલશીભાઈ ભોજરાજની જીવન પ્રભા
- સ સવા વર્ષ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રના એક ખૂણામાં પડેલો કચ્છ દેશ એ વખતે તે પછાત હતે. નહોતી તાર-ટેલીફોનની સગવડ, નહોતી રેલ, નહાતાં વિમાને, પગ પાળા કે ગાડાની મુસાફરી ઉપરાંત વહાણમાં દેશાવર જવાનું. આજના જેવા ઉદ્યોગે પણ નહોતા,
પણ એ જૂના જમાનાના લકે ખડતલ, મહેનતુ અને માયાળુ હતા, ઘેર ઘેર રેંટીયા ગુંજતા, હાથસાળથી કાપડ તૈયાર થતું. હિન્દના કાપડની પૂરેપ સુધી માગ હતી. વાંસની નળીમાં મલમલને તકે સમાવી શકાતો. ઈંગ્લાંડની મહારાણી વિકટેરીઆ હિંદના કાપડને જોઈને ચક્તિ થયેલાં. તે વાપરવાને તેમને શેખ હતે.
| હિદની જાહેરજલાલી અને સમૃદ્ધિથી આકર્ષાઈને વલંદા, ફ્રેન્ચ, પિટુગીઝ અને અંગ્રેજો આવ્યા અને હિંદમાં વેપાર કરવાના બહાને જામી પડયા.
મુંબઈ એ વખતે તે માચ્છીઓનું નાનું એવું પડ્યું હતું. ચેડાં એવાં ઝુંપડાં સમુદ્રને કિનારે પથરાયેલાં હતાં અને આ બંદર કાંઠાને કબજે અંગ્રેજોને મળી ગયે.