________________
પંચ પરમારામ
जह ण वि सक्कमणज्जो अणजभासं विणा दु गाहेदु । तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ॥८॥ ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થને ઉપદેશ એમ અશક્ય છે. ૮. (
અર્થ-જેમ અનાર્ય (સ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કેઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાથને ઉપદેશ કરવા કેઈ સમર્થ નથી. जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं मुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा ॥९॥ जो सुदणाणं सव्वं जाणदि मुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ॥ १०॥ जुम्म । મૃતથી ખરે જે શુદ્ધ કેવળ જણ આ આત્મને, લોકપ્રદીપકર ષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિને શ્રુતકેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હેઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
અર્થ જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લેકને પ્રગટ જાણનારા ધીરે શ્રુતકેવલી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદે શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધુ આત્મા જ છે તેથી (તે જીવ) મુતકેવળી છે.'
ववहारोऽभूदत्यो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खल्ल सम्मादिट्ठी हवदि जीवो ॥११॥