________________
પંચગવ્યનું પ્રાશન કરાવી તેની શુદ્ધિ કરીને તે કન્યાને પરણવી. આવા પ્રસંગે પ્રાપ્ત થાય નહી તેટલા માટેજ રજસ્વલા થતા પહેલા કન્યાના લગ્ન કરવા શ્રેષ્ટ છે એમ મહર્ષિઓએ કહ્યું છે.
रजो हि दृष्टं यदि कन्यकायाः कुलद्वयं दुर्गतिमेति तस्याः॥ तस्मान्नितान्तं च तदुक्तकालं नालंध्य पाणिग्रहणं विधेयं ॥
આવા બીજા ઘણાજ વચને મનુ વાવવા. વિગેરે મહર્ષિ ઓએ પોત પોતાની સ્મૃતિમાં આપ્યા છે. અને રજોદર્શન પ્રાપ્ત થતી કન્યાને પરણનાર પુરૂષને પણ ઘણે અધમ ગણે છે. આખરે રજેવતી કન્યાના લગ્ન પ્રસંગે જેટલીવાર રજે દર્શન થયું હોય તેટલા ગોદાન પણ અવશ્ય કરવા કહ્યું છે. પરંતુ હાલમાં માટે ભાગે ધર્મરાજને નહી માની સ્વછંદ વર્તન ચાલું થયેલું જોવામાં આવે છે અને પૂર્ચમર્ષિઓને જંગલી તરીકે ઓળખાવે છે એથી વિશેષ ખેદ બીજો શો હેય? આજે પણ પૂજ્ય મહર્ષિઓની વૃત્તિને અનુસરનાર સાબરમતીને કાંઠે આશ્રમમાં કોપીન ધારણ કરી ઉપવાસ કરી તપસ્વી બની મહાત્મા ગાંધીજી આખી દુનીયાને ખળભલાવી રહ્યા છે અને જે પ્રયત્ન આદરે છે તે જગતના કલ્યાણ માટે છે એમ સર્વે કબુલ કરે છે. ત્યારે ગાભ્યાસથી શરીર શેકી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરનારા મહર્ષિઓએ જે કોઈ ધર્મશાસ્ત્રોની મર્યાદાઓ રચી છે તે કોના હિતને ખાતરજ છે એમ નિ:શંસય માનવું જોઈએ માટે ધર્મશાસ્ત્ર મર્યાદાનું પાલન કરવાથી જ સનાતન ધર્માવલંબીઓનું કલ્યાણ છે. અહિં એટલું વિશેષ જાણી લેવું કે સ્ત્રી રજસ્વલા થયા પછી સત્તર દિવસમાં બીજીવાર રજેવતી થાય તે સ્નાન માત્રથી તેની શુધ્ધિ છે. અઢાર દિવસે રજાદર્શન
Aho ! Shrutgyanam