________________
अथ वर्षेशनिर्णयः मु. गणपतो. चैत्रे मासि सिते पक्षेऽदिये प्रतिपत्तिथौ यो वासरः स राजा स्यात्तस्मिन् वर्षे ततः फलम् ॥ १७३
ચૌત્ર માસમાં શુકલ પક્ષની પ્રતિપદા સૂર્યોદય સમય જે વારે હેય તે વર્ષને રાજા સમજ, અને તે વર્ષમાં તે પરથી શુભાશુભ વર્ષેશનું ફળ જાણવું. (૧૭૩)
वृद्धवशिष्ठोऽपि. वर्षाधिपश्चेत्रदिनादिवारो मंत्रिस्तथा मेदिनस्य वारः।
ચૈત્ર શુકલ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે વર્ષને રાજા છે, અને મેષ સંક્રાંતિ જે વારે હોય તે પ્રધાનમંત્રી છે. गर्ग:-चैत्रशुक्लादिदिवसे यो धारः सोऽध्दपः स्मृतः
शुभं वाप्यशुभं वापि तस्मादेष फलं वदेत् ।। १७४
મૈત્ર શુકલ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે અશ્વપતિ સમજવો, અને તે પરથી વર્ષનું શુભાશુભ ફળ સમજવું. (૧૭૪) भरद्वाज:-चैत्रमासे तु संप्राप्ते प्रतिपदास्कराइये तस्मिन् काले तु यो बारः स राजा हायमस्य तु॥
ચૈત્ર માસમાં શુકલ પ્રતિપદા સુર્યોદય સમયે જે વારે હોય તે તે વર્ષનો રાજા સમજવો. (૧૫)
Aho! Shrutgyanam