________________
૩૪૪
अम्यधिकं चंद्रवलं त्वबलं ताराग्रहाद्भवं निखिलम् हिमकिरणदलाधारादपिनो तुल्यं ग्रहबलं सर्वम् १४४
દરેક મનુબાને દરેક કાર્યમાં ચંદ્રનું બળ જેવું મુખ્ય છે. ચંદ્ર બળ ઉપરથી બીજા ગ્રહે સારૂ નરસુ ફળ આપે છે. જેમ પિતાના કર્મમાં કુશળ ઈદ્રિય મનના આશ્રયથીજ પોત પોતાનું કાર્ય કરી શકે છે. મૃગમાં જેમ સિંહ શ્રેષ્ટ છે, તેમ સુર્યાદિ ગ્રહમાં ચંદ્રનું બળ શ્રેષ્ટ છે. જે ચંદ્રનું બળ ઉત્તમ હોય તે બીજા ગ્રહો પણ બળવાન સમજી લેવાં. તારાબળ-ગ્રહના બળના કરતાં ચંદ્રમાંનું બળ અધિક છે. ચંદ્રમાંના બળની સાથે સરખામણી કરતાં બીજા ગ્રહનું બળ ગૌણ છે. (૧૪૩–૧૪૫) जगन्माहने चंद्रबलाध्याये श्रीपतिवसिष्ठौ आधारमिंदावलमुक्तमाराधेयमन्यद्ग्रह च वीर्यम् आधारशक्तौ परिधिष्ठितायामाधेयवस्तुनि न वीर्यवंति १४५ यथा प्रधानः प्रणवः श्रुतीनां यथा प्रधानः प्रसवः फलानाम् तथैव शीतांशुवलं प्रधान नूनं बलानामपि खेटकानाम् १४६ - આધાર રૂપે ચંદ્રમાંનું બળ છે, અને બીજા ગ્રહનું બળ આધેય રૂ૫ છે, એમ પંડિતાએ કહ્યું છે. આધાર–આધેય એ બેઉની શકિતને વિચાર કરતાં સિધ્ધ થાય છે કે આધાર શકિતની જેટલી જરૂરીયાત છે, તેટલી આધેય શકિતની જરૂરીયાત નથી. તેમ ચારે વેદમાં પ્રણવ પ્રધાન છે, ફળોમાં જેમ પ્રસવ મુખ્ય છે. જેમ બીજા ગ્રહનાં બળમાં ચંદ્રનું બળ પ્રધાન છે.
Aho ! Shrutgyanam