________________
ર૦૩
સુવર્ણનું દાન આપી પ્રયાણ કરવું. કુ. વિ. ચા. . યાત્રા જનારે તે દિવસે શું કરવું તે વિષે કહ્યું છે કે – अग्निं हुत्वा देवतां पूजयित्वा नत्वा विप्रानर्चयित्वा दिगीशम् दत्वा दानं ब्राह्मणेभ्यो दिगीशं ध्यात्वा चित्ते भूमिपालोऽधिगच्छेत्
યાત્રા જતી વખતે રાજાએ (રાજાઓ માટે છે એમ નહી સમજવું પણ યાત્રા જનાર મનુષ્ય) અગ્નિમાં હોમ કરીને પોતાના ઈષ્ટદેવની પૂજા કરીને, બ્રાહ્મણને નમસ્કાર કરીને, ઈદ્રાદિની પૂજા કરીને, બ્રાહ્મણને દાન આપીને, ચિત્તામાં ઈદ્રાદિકનું ધ્યાન કરીને યાત્રા જવું. યાત્રાથી પાછા ઘેર નહી આવે ત્યાં સુધીના બ્રહ્મચર્યાદિ નિયમ, છીંક આવે તેનું ફળ, વગેરે મુ. વિ. યાત્રા પ્રજા પપૂજધામાં વિસ્તારથી આવ્યા છે તેમાં જોઈ લેવાં. (૪૩)
शकुनप्रयोजनमाह वराहः पीयू० अन्यजन्मांतरकृतं शुभं वा दि वा शुभम् यत्तस्य पाकं शकुनो निवेदयति गच्छताम्
૪૪ યાત્રા જતી વખતે જનાર મનુષ્ય જન્માંતરમાં જે શુભા શુભ કર્મો કર્યા છે તેનું પરિણામ કેવું છે તે શકુન દર્શાવે છે. જે શુભ શકુન થાય તે યાત્રા જનાર પુણ્યાત્મા છે, અને અશુભ શકુન થાય તે પાપી પુરૂષ છે એમ સમજવું. (૪૪)
तीर्थयात्राविचारः ज्योतिर्निबंधे. बाले वा यदि वा वृद्धे शुक्रे चास्तमुपागते मलमास इवैतानि वर्जयेद् देवदर्शनम् .
Aho ! Shrutgyanam