________________
લગ્ન થાય છે એ ઘણું જ અઘટિત થાય છે. શાસ્ત્રીયમર્યાદાને નાશ કરવાથી પરિણામ દુઃખ શિવાય બીજું શું હોય. ૪૩.
वीरमित्रोदये-संस्कार-उपनयनप्रकरणे. चैत्रमासे भास्करे मीनसंस्थे कुर्यान्मौंजीबंधनं वाऽवानाम् शुक्रस्यास्तं वाक्पते वलोक्यं नैव ग्राह्या चंद्रभान्वोश्च शुद्धिः ४४
ચૈત્ર માસમાં મીનાકમાં બ્રાહ્મણદિકે એ બાળકને જનોઈ દેવું. શુક્ર-ગુરૂને દોષ નથી. ચંદ્ર-સૂર્યની શુદ્ધિ જોવાની પણ જરૂર નથી.
जगन्मोहनेऽपि. चैत्रे मासे मेषसंस्थे च सूर्ये फाल्गुने वा मीनराशिं गते च मौजीबंधं नैव कुर्यात्कदाचिन्नाद्वाहः स्यात्सर्वमांगल्यनाशः ४५
ચૈત્ર માસમાં મેષનાં સૂર્યમાં, ફાગુન માસમાં મીનાકમાં મોજીબંધ કદી કરે નહી. અને લગ્ન પણ કરવા નહી. દરેક પ્રકારના મંગળનો નાશ કરે છે. આ લોકને કેટલાએક બીજો અર્થ કરે છે. ચિત્રમાં મેષના સૂર્યમાં જોઈ દેવું નહી અને ફાલ્ગનમાં મીનાકમાં લગ્ન કરવા નહી, જે કરે તે સુખને નાશ કરે છે. કેટલાએક કહે છે કે–
चैत्रे मीने व्रतं शस्तं चैत्रे मेषे व्रतं नहि मेषस्थेऽर्के मधेोः शुक्ले व्रतान्मद्य पिबेत् बटुः
ચૈત્ર માસમાં મીનાકમાં વ્રતબંધ શ્રેષ્ઠ છે. ચૈત્ર માસમાં મેષકમાં વ્રતબંધ શ્રેષ્ટ નથી. મૈત્ર માસના શુકલ પક્ષમાં મેષ સંક્રાતિમાં જોઈ દેવાથી બાળક મદિરાપાન કરનારે થાય છે.
Aho ! Shrutgyanam