________________
૧૪૯
चूडारने-दिनांते सूर्यबिंबार्धादुभयत्र घटीदलम्
कालार्गलाख्यवेलेयं यत्रोद्वाहाय निर्मिता । १२९
દિવસ પુરો થતાં સુર્ય બિંબનો અડધો ભાગ દેખાય ત્યારની પા ઘટીકા અને અસ્ત પછીની પા ઘટીકા એમ કરીને અડધી ઘટી કાને જે સમય તેને કાળાર્ગલ નામ વર્ણવી છે કે જેમાં ખાસ લગ્ન ક્રિયાજ થઈ શકે. ૧૨૯.
अथ ऋतुपरत्वे गोरजकालविचारः मु. चिं. वराह:-गोधूलि त्रिविधां वदंति मुनयो नारीविवाहादिके
हेमंते शिशिरे प्रयाति मृदुतां पिंडीकृते भास्करे । ग्रीष्मेऽर्धास्तमिते वसंतसमये भानौ गते दृश्यतां सूर्ये चास्तमागते भगवति प्रावृटशरत्कालयोः १३०
સ્ત્રીના વિવાહાદિ કાર્યોમાં ગોધૂલિ સમય (ગોરજ)ને ત્રણ ભેદ કહે છે. હેમંત–શિશિર ઋતુમાં સુર્ય મંડળ અનુક્રમે મૃદુ અને પિંડીત નિસ્તેજ થઈ જાય ત્યારે ગોરજ સમય સમજવો. ગ્રીષ્મ ઋતુમાં અર્ધાસ્ત વખતે વસંત ઋતુમાં સુર્ય મંડળ જોઈ શકાય ત્યારે વર્ષા ઋતુ-શરઋતુમાં અસ્ત થાય ત્યારે ગરજ સમય જાણો. બીજા ગ્રંથોમાં પણ આ બાબત કહી છે તે માસપર કહી છે.
मार्गादिमासेतु चतुर्यु पूर्णबिंबेऽस्तमानेऽपरतश्चतुर्यु सूर्येऽर्धदृश्ये परतश्चतुर्यु सद्गोरजेऽस्तंगतपूर्णबिंबे.
માર્ગશીર્ષાદિ ચાર મહિનામાં સુર્ય મંડળને અસ્ત થાય ત્યાર પછીના ચાર મહિનામાં ચૈત્રાદિ ચાર માસમાં સુર્ય બિંબ અડધું
Aho ! Shrutgyanam