________________
.
પ્રકરણ ૨
પ્રેમ-પરિણામ હિન્દુસ્થાનના સમસ્ત ઐશ્વર્યયુક્ત આગ્રા શહેરનાં ગગનચુંબિત આવાસોનાં શિખરો, સંધ્યા સમયના ઝાંખા પ્રકાશમાં શોભી રહ્યાં હતાં. મોગલ શહેનશાહ અકબરે આચાને પિતાની રાજધાનીનું શહેર બનાવેલું હોવાથી હિન્દુસ્થાનના સમસ્ત ઐશ્વર્યે તે શહેરમાં આવીને નિવાસ કર્યો હતો. શહેનશાહ અકબર, જે કે પોતાના જીવનને ઘણો સમય ફત્તેહપુર સીક્રીમાં ગાળતો હ; તો પણ આગ્રા એ રાજધાનીનું શહેર હોવાથી તેને કેટલાક સમય ત્યાં પણ રહેવું પડતું હતું. અને તેથી તેણે આગ્રાની શોભા વધારવા ખાસ લક્ષ્ય આપ્યું હતું. શાહ અકબરના સમયમાં મોગલ રાજ્ય પૂર્ણ વિકાસને પામેલું હતું. આગ્રાના દુર્ગમાં ગગનમંડલ સાથે વાતચિત કરી રહેલા અસંખ્ય મહેલો, બંગલાઓ અને આવાસો હતા. તેમાં વિવિધ સ્થળે આવેલાં બજાર, દુકાને, મિનારા, આરસ-પથ્થરનાં આવાસો, મજીદે, હિન્દુ દેવાલય અને ખુદ બાદશાહ અને તેના પરિવારને વસવાનાં મહાલયની એટલી બધી વિપુલતા હતી કે જેનું વર્ણન કરવાને માટે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. આગ્રાના અભેદ્ય કિલ્લાની પાસે થઈને કાલિદી યમુના નદી મહત્ત્વ અને ગૌરવ દર્શાવતી વહેતી હતી. કિલ્લાની ચારે દિશાએ મોટા મોટા દરવાજાઓ આવેલા હતા અને એ પ્રત્યેક દરવાજા ઉપર બાદશાહી નેબતો સવાર સાંજ વાગતી હતી.
થોડા જ સમયમાં સૂર્યને અસ્ત થઈ ગયા. આગ્રા નગરના જાહેર માર્ગો ઉપરની લેકેની ભીડ ધીમે ધીમે ઓછી થતી જતી હતી. આ વખતે એક સુશોભિત મહેલની બારીમાંથી યૌવનાવસ્થાએ પહોંચેલી એક બાળા સૃષ્ટિ સંદર્યનું નિરીક્ષણ કરી રહી હતી.
સૂર્યને અસ્ત થઈ ગયેલું હોવાથી અંધકારનું જોર ધીમે ધીમે વધતું જતું હતું, તેથી તે બાળા જ્યાં ઊભી હતી, ત્યાં એક દાસી આવીને દીપક પ્રગટાવી ગઈ. દીપકના પ્રકાશથી આખો ઓરડો પ્રકાશમાન થઈ ગયે હતો. પરંતુ તેનું તે બાળાને કશું પણ ભાન નહોતું. તે તો જેમની તેમ મૌનપણે ઊભી હતી. તેનું સુંદર મુખ ચિંતાયુક્ત વિચારોથી કરમાઈ ગયું હતું અને તેની બને ચક્ષુએમાંથી ક્ષણે ક્ષણે અશુઓ સરી પડતાં હતાં. પરંતુ તે સમયે એક યુવકે આવી તેને બોલાવી કે તરત જ તે સાવધ થઈ ગઈ અને તે આવનાર યુવક સામે જોવા લાગી.