________________
મેવાડને પુનરુદ્ધાર
તારી ઉન્નતિ કરીશ તે। મારી વહાલીપુત્રી ચંપાના વિવાહ તારી સાથે અવશ્ય કરવાને ચુકીશ નહિ. ભાગ્યયેાગે જો તું તારી ઉન્નત કરી શકયા હોય તે! તું મને તુરત મળજે. હુ' તારી રાહ જોઈશ; પરંતુ હાલ તેા મારે તારા હિતની ખાતર તારી સાથે સખ્ત થવું પડયું છે, તે ખાતર દિલગીર થઈશ નહિ. શાસનદેવ તને દરેક કાર્ય માં સહાયતા આપે એવી મારી તને આશિષ છે. લી. થાનસિંહ.”
૨૦
વિજયે એક વાર નહિં, પણ બે-ત્રણ વાર ઉપયુ ત પત્રને ધ્યાન પૂર્ણાંક વાંચ્યો અને ત્યાર પછી તેને પેાતાના પહેરેલાં વસ્ત્રોમાં સાચવીને જેમને તેમ પાછા મૂકી દીધા. તેણે ફરીથી નિઃશ્વાસ નાંખીને મન સાથે વિચાર કર્યો: “યાયની દષ્ટિએ જોતાં થાનસંહ શેઠનું લખવું ગેરવાજખી નથી. તેમણે મને જે હેતુએ ચંપાની દૃષ્ટિથી દૂર કર્યા છે, તે કાઢી નાંખવા જેવા તે નથી. ચંપા આગ્રા નગરના એક શ્રીમત અને અકબર બાદશાહના અત્યંત માનનીય શાહુકારની પુત્રી છે. ત્યારે હું એક ધન, જન અને આશ્રયહીન યુવક છું; તેથી વ્યવહારની દૃષ્ટિએ અમારુ ઉભયનું લગ્ન થવું અસ’ભવિત છે. આ સ્થિતિમાં મારે માટે એક જ માગ રહેલા છે કે જો ચંપાની સાથે લગ્ન સબધથી મારે જોડાવું હોય, તે! મારે તેને લાયક થવાના પ્રયાસ કરવા. ઠીક છે, જોઉં છું કે ભવિષ્યમાં શુ શુ નિર્માણ થયેલું છે, પરંતુ નિમ ળ આકાશપટ ઉપરથી ચંદ્રદેવ પૃથ્વી ઉપર અમૃતધારા વર્ષાવી રહ્યા છે, શ્યામસલીલા યમુના પેાતાના વિશાળ પટ ઉપર ચંદ્રના પ્રતિબિંબને ધારણ કરી રહેલી છે. સુશીતલ અને મધુર પવનની શાંત લહેરીએ શરીરને અપૂર્વ સુખનું ભાન કરાવી રહી છે અને સમસ્ત પૃથ્વી રજનીતિના રૂપેરી અજવાળામાં નિમગ્ન થઈ રહેલી છે; તેમ છતાં જીવને અરામ નથી, તેનું શું કારણ ? પ્રકૃતિનાં એ સવ" સુંદર દશ્યા, પ્રાળુપ્યારી ચંપાના સહાસ વિના દિલને આરામ આપી શકતાં નથી. પ્રિયજનના સમાગમ વિના આ રઢિયાળી રાત્રી પણ અકારી અને અપ્રિય લાગે છે.”
વિષય એ પ્રમાણે પેતાના મન સાથે વિચારી કરીને નગર તરફ આવવાને પાત્રા કર્યાં. બરાબર તે જ વખતે પાછળથી કાઈએ હાક મારી : *‘વિજયકુમાર !''
જોયું તે
વિજય પેાતાનું નામ સાંભળીને ઊભો રહ્યો અને તેણે પાછળ ફરીને સામાન્ય વસ્ત્રોથી આચ્છાદિત થયેલી એક મુસલમાન સ્ત્રી તેની