________________
૧૩૪
મેવાડને પુનરુદ્ધાર
“એને અર્થ એ જ છે કે હું આપને ચાહું છું અને આજથી નહિ; પરંતુ જ્યારથી મેં આપની સ્વદેશ અને સ્વમાનનું રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી છે, ત્યારથી જ હું આપને ચાહતી આવી છું.” અલકાએ લજ્જાને સર્વથા ત્યાગ કરીને ઉત્તર આપ્યો.
પ્રતાપ તેના સ્પષ્ટ ઉત્તરથી વિશેષ અજાયબ થઈ ગયો. તેણે ગંભીરતાથી કહ્યું “અલકાસુંદરી ! તમે મારી સ્વદેશ અને સ્વમાનના રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી હશે, એ ઠીક છે; પરંતુ તેથી કરીને મને ચાહવામાં–તમારું દિલ મને અર્પણ કરવામાં તમે ઉતાવળ કરી છે.”
“એનું કારણ ?” અલકાએ જીજ્ઞાસાથી પૂછયું.
એનું કારણ એ છે કે મેવાડને ઉદ્ધાર કરવાને માટે મેં સર્વ ભેગવિલાસને ત્યાગ કર્યો હોવાથી સંસારમાં રહ્યા છતાં પણ હું એક સંન્યાસી છું અને તેથી અલકાસુંદરી ! સંસારના ભેગ વિલાસને તિલાંજલી આપીને વિરકત જીવન ગુજારતા મારા જેવા એક સામાન્ય પુરુષને ચાહવામાં તમે ઉતાવળ કરી છે, એ મારું કથન શું સત્ય નથી ?” પ્રતાપસિંહ કારણ દર્શાવતાં પૂછ્યું.
મહારાણું ! મને ક્ષમા કરજે; પરંતુ મારે કહેવું જોઈએ છે કે આપનું કથન સત્ય નથી. મેવાડના ઉદ્ધાર માટે આપે ભેગવિલાસને ત્યાગ કર્યો તે ભલે કર્યો; કારણ કે દેશના કલ્યાણને માટે એના જેવું બીજુ એ કે ઉત્તમ કાર્ય નથી; પરંતુ તેથી કોઈપણ કુમારી બાળાને આપને ચાહવાને અધિકાર શું ચાલે જાય છે કે જેથી આપ તેને ઉતાવળ કહે છે ?” અલકાસુંદરીએ સામો પ્રશ્ન કર્યો.
“અલકાસુંદરીના આ પ્રશ્નને શો ઉત્તર આપવો, એની પ્રતાપસિંહને ખબર પડી નહિ અને તેથી તેણે કહ્યું. “અલકાસુંદરી! તમારો એ પ્રશ્ન ઘણે જ કઠિન છે અને તેથી તેને ખરે અને વ્યાજબી ઉત્તર શે આપ, એની મને સમજણ પડતી નથી, પરંતુ તેમ છતાં તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે એટલું જ નહિ, પણ મને ચાહવામાં તમે ભૂલો છે, એમ કહ્યા સિવાય મને ચાલતું નથી.”
અલકાએ તેને પ્રતિવાદ કરતાં કહ્યું. “મહારાણા! આપ જ્યારે મારા પ્રશ્નને વ્યાજબી ઉત્તર આપી શકતા નથી, ત્યારે આપને ચાહવામાં મેં