________________
૧૭૪
મેવાડને પુનરુદ્ધાર
બેઠેલા હતા. આ ઓરડાની લગોલગ એક બીજો પણ ઓરડો હતો અને તેની વચ્ચેની દિવાલમાં દ્વાર રાખેલું હોવાથી ત્યાં ચક નખાવીને સ્ત્રીવર્ગને માટે બેસવાની ગોઠવણ કરવામાં આવેલી હતી સ્ત્રી વર્ગમાં મહારાણી પદ્માવતી, અલકાસુંદરી, રાજકુમારી કમળા, સલ્બરરાજની કન્યા યમુના રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણી, ભામાશાહની પુત્રી કુસુમ, કૃષ્ણલાલની પત્ની મનેરમાં અને તે ઉપરાંત અન્ય સરદાર અને પ્રજાના આગેવાનની સ્ત્રી, બહેને અને પુત્રીઓ હાજર હતી. તેઓ સર્વ ચકની આડમાંથી દરબારના કાર્યક્રમને જેતી હતી અને પરસ્પર ઝાણી ઝીણું વાત કરતી હતી. રાજયના મુખ્ય સરદાર, મંત્રીશ્વર ભામાશાહ તથા પ્રતાપસિંહના બીજા કુમારો પણ આવી ગયા હતા અને પિતાને યોગ્ય એવા આસને ઉપર બેઠેલા હતા. દરબારને સમય થઈ ગયા હોવાથી બધાં મહારાણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાર નેકીને અવાજ સંભળાયો અને તે સાથે જ મહારાણા પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાના ખાસ અંગરક્ષકે સાથે દરબારમાં આવી પહોંચ્યા. બધાએ ઊભા થઈને તેમને ઘટિત માન આપ્યું અને દરબારની ચોતરફ ગોઠવેલા સૈનિકોએ પિતાની ઉઘાડી રાખેલી તલવારે નમાવીને તેમને આદરસત્કાર કર્યો. મહારાણા પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પોતપોતાના આસને ઉપર બેસી ગયા કે તુરત જ બધા સભાજને પણ બેસી ગયાં. ત્યારબાદ મંત્રીશ્વર ભામાશાહની સૂચનાથી રાજયના મુખ્ય કવિએ નીચે પ્રમાણે કવિત જુસ્સાભેર ગાયું -
વીર મહીપતિ નરપતિ જય જય, રવિકુલ-રવિ તુમ ભારત-રક્ષક, કાંત શત્રુ સદા તુમ્હરે ભય, પ્રગટ ગગન પ્રતાપ પ્રબલ તવ,
હોહી સદા પ્રભુ રિપુદલબલ છ૩.” * કવિતા શ્રવણથી સમસ્ત દરબારમાં વીરચિત ભાવનાની અસર પ્રસરી ગઈ. સર્વ દરબારીઓ મૂછોના આંકડા વાળવા લાગી ગયા અને સેના પિતાની તલવારને ઊંચી નીચી કરવા મંડી ગયા. ક્ષણવાર પછી મહારાણા પ્રતાપસિંહે નેત્રસંકેત કર્યો અને તે સાથે જ દરબારમાં શાંતિનું સામ્રાજ્ય જામી ગયું. ત્યારબાદ મહારાણા પ્રતાપસિંહ સિંહાસન ઉપરથી ઊભા થયા કે તુરત જ સમસ્ત સભાજનેએ તેમને આનંદના ઉદ્દગારોથી વધાવી લીધા.
* મેવાડ પતન નાટકમાંથી,