________________
૧૭૨
મેવાડનો પુનરુહાર
છતાં આપના પ્રેમને વળગી રહી, એ મેં મારા કર્તવ્યથી કાંઈ વિશેષ ક્યું નથી અને તેથી મારી પ્રશંસા કરવાની કોઈ પણ અગત્ય નથી.
વિજ્ય પિતાની પ્રિયતમાની નિરાભિમાન વૃત્તિ જોઈને આનંદમગ્ન થઈ ગયો. તેણે આનંદના અતિરેકથી આસન ઉપરથી ઊઠી નવયૌવના ચંપાને પિતાની બાથમાં લઈ તેને દઢાલિંગન આપતાં કહ્યું. “વહાલી ચંપા ! મારી કે તારી ઉભયની પ્રશંસાની વાતને જવા દઈએ; કારણ કે આપણે આપણું કર્તવ્યથી કાંઈ વિશેષતા કરી નથી. કેમ મારું કથન તને સત્ય જણાય છે કે નહીં?”
રૂપસુંદરી ચંપા કે જે અત્યારસુધી પિતાના પ્રિયતમના સુખકર આલિંગનની મજા માણતી હતી, તેણે સ્મિત હાસ્ય કરી જવાબ આપે. “પ્રાણેશ! આપનું કથન સર્વથા સત્ય છે.”
ક