Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 181
________________ મેવાડના પુનરુદ્ધાર માટે પૂછ્યું' હતુ, ત્યારે મેં તને યાગ્ય વખતે તે વિષે કહેવાનું વચન આપ્યું. હતું. આજ એ વચનને પાર પાડવાના વખત આવી લાગ્યા હૈ।વાથી હુ તને સઘળી વાતથી વાક્ કરુ બ્રુ.” ૧૭૦ એ પ્રમાણે કહીને વિજયે ચંપાના મહાલયના ત્યાગ કર્યા પછી શાહજાદીનું મીલન, તેના પ્રેમ, પેાતાને કેદમાં પડવું, કેદમાંથી છુટકારા, બાદશાહની સાથે વાતચીત અને છેવટે તેની પ્રોતિને સંપાદન કરવી, એ આદિ બનેલી ઘટનાઓનું વિસ્તર વર્ષોંન કરી બતાવ્યું. ચંપા આ સર્વ અજાયખી ભરેલી હકીકત સાંભળીને ક્ષણુવાર તા માઁત્રમુગ્ધ ખની ગઈ; પરંતુ ત્યારપછી સાવધ થઈને તેણે આશ્રય દર્શાવતાં કહ્યું. “શું મારી સખી શાહજાદી આરામબેગમ તમને ચાહે છે? શુ આ હકીકત સભવિત છે ?' “પ્રિયતમા !” વિજયે જવાબ આપ્યા. હા, મે' તને જે હકીકત કહી, તે સાઁભવિત છે. એટલું જ નહિ પણુ સત્ય છે અને જો તને મારા કથનમાં વિશ્વાસ ન આવતા હાય, તેા શાહજાદીનેા હમણાં જ આવેલા આ કાગળ ખરાખર વાંચી જો એટલે તારી શકાનું આપોઆપ સમાધાન થશે.'' ચંપાએ વિજયના હાથમાંથી કાગળ લેતાં લેતાં કહ્યું. “પ્રાણનાથ ! મને આપના કથનમાં સહેજ પણ અવિશ્વાસ નથી; પરંતુ શાહજાદી આરામબેગમ આપને ચાહે છે, એ વાત જાણીને મને આશ્ચર્ય થયું છે અને તેથી જ મે’ આપને એ સવાલ કર્યો છે.” “ચ’પા !” વિજયે કહ્યું, “એમાં આશ્ચર્ય પામવાનું કાંઈપણ પ્રયાજન નથી. તુ... એક વખત શાહજાદીને। કાગળ વાંચી જો એટલે તારુ આશ્ચ પલાયન થઈ જશે.” 'પાએ તે પછી શાહદીના કાગળ અતિ બે-ત્રણુ વાર વાંચી જોયા અને તે પછી તેની શંકાનું સમાધન થઈ ગયુ. તેણે અંતરમાં આનંદને ધારણુ કરીને કહ્યું. પ્રિયપતિ ! શાહજાદીના કાગળના વાંચનથી મારી શંકાનું સમાધાન થઈ ગયું' છે અને તેથી તત્સ ંબધી હવે કાંઈપણુ સવાલ આપને પૂછવાના રહેતા નથી; પરંતુ મને તેના કાગળના વાંચનથી દિલગીરી તથા આનંદની લાગણી એકી સાથે જ થાય છે. દિલગીરી એટલા માટે કે તે બિચારી પેાતાની ઈચ્છા કુલિભૂત થઈ નહિ અને વિશેષમાં તેના પિતાની અકૃપાના ભાગ થઈ પડતાં તેને નજરકેદ રહેવું પડે છે, અને આનંદ એટલા માટે કે આપે આરામ

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190