________________
૧૬૮
મેવાડને પુનરુદ્ધાર
જેતી ત્યાં ઊભેલી હઈશ.
આટલું કહીને બાંદી જુલિયા ઝપાટાબંધ ઓરડાની બહાર નીકળી ગઈ અને ક્ષણવારમાં આગ્રાના વિશાળ રાજમાર્ગમાં જઈને અદશ્ય થઈ ગઈ. જુલિયાના ગમન પછી વિજયે કાગળને બરાબર તપાસીને જે તે તે એક બંધ કરેલું પરબીડિયું હતું. તેણે તુરત જ ઉપરનાં પરબીડિયાને ફાડી નાંખીને અંદરથી લાલ રંગનો કાગળ કાઢશે અને તેને નીચે મુજબ વાંચવા મા :“વિજયકુમાર !”
ઘણા દિવસે આ પત્ર લખું છું. તેથી તમને અજાયબી તે પરી; પરંત મારા હૃદયમાં તમારા માટે જે લાગણી રહેલી છે, તેને આપણે પુનઃ મીલનની અશક્યતાને લઈ પત્ર દ્વારાએ તમને છેલ્લીવાર દર્શાવવાની સાવકતા મેં હીકારી છે અને તેના પરિણામે મેં ઈચ્છીએ કે અનિરછાએ આ કાગળ તમારા તરફ લખી મોકલે છે. મારા મહાલયમાં તે રાત્રિએ જયારે આપણું મન થયું હતું, ત્યારે મેં તમને સ્પષ્ટતાથી કહ્યું હતું કે હું તમને ઘણા સમય પૂર્વે પી એટલે કે મારી સખી ચંપાના આવાસમાં તમને મેં પ્રથમવાર જેવા, ત્યાપી હતી આવી છું અને હજુ પણ કહું છું કે મારા હૃદયમાં તમારા તરફ જે ચાહના છે, તેમાં જરા પણ ન્યુનતા થયેલી નથી અને તેથી હું તને પ્રણામ જે રીતે યાહતી હતી, તે જ રીતે હાલ પણ ચાહું છું. સમરત હિંદુસ્થાન જેના ામાં મસ્તક નમાવી રહ્યું છે, તેવા પ્રબળ પ્રતાપી સમ્રાટ અકબરસાન ઃ તિ વહાલી શાહજાદી છું, એ જાણવા છતાં પણ તમે મારા પર છવાના પ્રેમને તિરસ્કારો છે, ત્યારે કાંઈ નહિ તે માત્ર સ્વમાનની ખાતર ૫૫ વાર તમારી ઉપેક્ષા કરવી જોઈએ; પરંતુ શું જાણે શાથી એ માસથી તેમ થઈ શd નથી. મારા હૃદયમાં તમારી મનમોહન મૂરતિ એટલી બધી હોટ રીતે ગતિ થયેલી છે કે તેને દૂર કરવાને બળ પ્રવાસ કરવા છતાં પણ તેમ થઈ શકયું નથી. હું જાણું છું કે તમે હિંદુ છો, હું મુસલમાન છું અને તેથી તમારા પ્રત્યેની મારી ગમે તેવી અને ગમે તેટલી ચાહના છતાં પણ મારું અને તમારું ઐકય થવું, એ સર્વથા અશકય છે. આ સ્પષ્ટ વાત જાણવા છતાં પણ મારા તમારા તરફ જે પ્રેમ છે, તેને તથા ખુદ તમને હું કોઈ પણ રીતે વિસરી જઈ શકું તેમ નથી અને તેથી પાકે પરવરદેગારને હાજર જાણ પ્રતિજ્ઞા લઉં છું કે તમારા વિના બીજા કોઈ પણ પુરુષને મારા હૃદયમાં સ્થાન આપીશ નહિ.