Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 184
________________ પ્રકરણ ૨૬મું આનંદોત્સવ. મહારાણા પ્રતાપસિંહે મેવાડના ઘણાખરા પ્રદેશને જીતી લીધું હતું; પરંતુ અમે અગાઉ કહી ગયા તેમ ચિત્તોડ, અજમેર તથા માંડલગઢ એ ત્રણ કિલ્લાઓ અને તેની આસપાસનો મુલક તે જીતી શકયા નહતા અને તેથી તેમણે પોતાની રાજધાની ઉદયપુરમાં રાખીને મેવાડના મહારાણાના પદને પુનઃ પ્રાપ્ત કરી રાજ્ય કારભાર વ્યવસ્થાપૂર્વક ચલાવવાની ગોઠવણ કરી લીધી હતી. શહેનશાહ અકબરે પણ પ્રતાપસિંહને હેરાન કરવાનો વિચાર માંડી વાળેલ હતા અને તેથી તેણે પિતાનું સૈન્ય મેવાડમાં પુનઃ કદિ પણ કહ્યું નહોતું. મોગલોને ત્રાસ આ પ્રમાણે દૂર થવાથી મહારાણુ પોતાના પરિવાર સાથે જોકે આનંદમાં દિવસો વ્યતીત કરતા હતા, તે પણ તેમને ચિરોડ કબજે ન થઈ શકવાથી સંપૂર્ણ શાંતિ મળી નહોતી અને તેથી તે માટે તે ચિંતાતુર પણ રહેતા હતા, પરંતુ એકંદર રીતે તેમનું જીવન સુખ અને શાંતિમાં વ્યતીત થતું હતું. આ શાંત અને સુખની ગ્ય તકને લાભ લઈ તેમણે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન જે માણસોએ પોતાના દુઃખમાં ભાગ લીધો હતો, તે માણસોની યોગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદોત્સવ કરવાને માટે તેમણે થોડા જ સમયમાં એક દરબાર ભરવાનું નક્કી કર્યું હતું. આ દરબારને દિવસ પણ મુકરર કરવામાં આવેલ હોવાથી તે માટેની જરૂરી તૈયારીઓ પણ ચાલી રહી હતી. મેગ્ય સમયે દરબારને માટે મુકરર કરેલો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે પ્રાતઃકાળથી જ રાજમહાલયમાં માણસેની દોડધામ થઈ રહી હતી. જે વિશાળ ઓરડામાં દરબાર ભરવાનું નક્કી થયેલું હતું, તેને અછી રીતે શણગારવામાં આવ્યા હતા. એક બાજુ મધ્યમાં મહારાણા અને યુવરાજના સિંહાસન અને તેની બન્ને બાજુએ રાજ્યના ભાયાત, સરદાર, અધિકારીઓ, વિદ્વાન પંડિત અને પ્રજાજના જુદાં જુદાં આસને ગોઠવેલાં હતાં. પ્રાતઃકાળના બીજા પ્રહરની નોબત વાગી ગયા પછી માણસોની આવ-જા વધી પડી. કારણ કે દરબારને સમય નજીક આવતો જતો હતો અને તેથી દરબારમાં બેઠક લેનારાં માણસો ઉતાવળાં ઉતાવળાં ક્રમાનુસાર આવીને પોતપોતાના આસને ઉપર બેસતાં હતાં. રાજયના ભાયાતે મૂછોને વળ દેતા હતા. સરદારે છાતી કાઢીને ટટ્ટાર બેઠા હતા. વિદ્વાને અને પંડિતો પરસ્પર વાર્તાલાપ કરતા હતા અને પ્રજાના આગેવાને આનંદમગ્ન જણાતા હતા. સમસ્ત દરબાર ચિકાર ભરાઈ ગયો હતો. વચ્ચે રાજ્યના આશ્રિત કવિઓ પલાંઠી વાળીને આતુરતાથી

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190