________________
પ્રેમી યુગલ
૧૭૧
બેગમ જેવી મહાન ઐશ્વર્યશાલિની તથા રૂપશાલિની શાહજાદીના ખરા જીગરના પ્રેમમાં નહિ ફસાતાં મારા પ્રત્યેના પ્રેમને દઢતાથી વળગી રહેવામાં ધર્મને માન્ય છે. પ્રિયતમ! ખરેખર આપ મનુષ્ય નહિ, પણ દેવ છે; કારણ કે શાહજાદી જેવી પરમ નવયૌવના તરુણના પ્રેમમાં નહિ ફસાતાં આપ આપના ધર્મને વળગી રહ્યા, એ કાંઈ સહજ વાત નથી. સુંદરીની સાંદર્ય. જ્વાલામાં ઘણું મહાન ગણાતા પુરુષો પણ અંધ બનીને કુદી પડયા છે, એ ઈતિહાસ પ્રસિદ્ધ વાત છે; પરંતુ આપે સેંદર્યન, મેહને, ઐશ્વર્યન, લોભને અને કામને ઠાકરે મારીને હૃદયની નિર્મળતા દર્શાવી આપી છે અને તેથી આપ દેવના ઉપનામને સર્વથા લાયક છે. પ્રાણનાથ ! હું આપને તે માટે ધન્યવાદ આપું છું.”
' વિજયે પોતાની પ્રિયતમાનું લંબાણ ભાષણ સાંભળીને આનંદ પામતાં કહ્યું. “યારી! તું મારા ગુણાનુવાદ ગાઈને મને દેવની ઉપમા આપી ધન્યવાદ આપે છે, એ ઠીક છે; પરંતુ તે પણ મારા પ્રત્યેના તારા પ્રેમને તારા પિતાની વિરૂદ્ધતા છતાં દઢતાથી વળગી રહેવામાં ધ દર્શાવ્યું છે, તે કાંઈ જેવું તેવું સામાન્ય કાર્ય નથી અને તેથી તેને પણ હું સ્વર્ગલેકની દેવીની ઉપમા આપી તને શતકેટી ધન્યવાદ આપું, તે તેમાં જરા પણ અતિશક્તિ કરી કહેવાશે નહિ. પ્રિય ચંપા ! હાલ મારી સ્થિતિ બદલાઈ ગઈ છે; પરંતુ જે સમયે મેં તારા આવાસને ત્યાગ કર્યો. તે સમયે મારી સ્થિતિ તદ્દન દુર્બળ હતી અને મને ચાહવામાં તારા જેવી શ્રીમંત પિતાની પુત્રીને લેશ માત્ર પણ સુખ મળવાને સંભવ નહોત; તેમ છતાં મારા ચાલી ગયા પછી પણ તું મને વિસરી ગઈ નહિ એટલું જ નહિ, પણ તારા પિતાની વિરૂદ્ધ થઈને પણ તેં મારા તરફ તે પ્રેમને તારા હૃદયમાં સાચવી રાખે, એ એક સામાન્ય સ્ત્રીથી બની શકે તેવું સરલ કાર્ય નથી; કિન્તુ તે તો એક પરમ સુશીલા અને સતી સાવી દેવીથી જ બની શકે તેવું છે અને તેથી ખરેખર ધન્યવાદને પાત્ર તો તું જ છે.”
ચંપા પોતાના ગુણાનુવાદ ગવાતાં સાંભળીને શરમાઈ. શરમથી તેના ગુલાબી ગાલ ઉપર લાલીમા તરી આવી. તેણે શરમથી મૃદુ સ્વરે કહ્યું : “પ્રાણપતિ ! મારી મિથ્યા પ્રશંસા શા માટે કરે છે ? એક આર્ય રમણી જે પુરુષને પિતાનું દિલ એક વખત અર્પણ કરે છે, તેના પ્રેમને ગમે તે ભોગે વળગી રહેવું, તેને તે પિતાનું કર્તવ્ય ગણે છે. હું પણ મારા પિતાની વિરૂદ્ધતા