________________
પ્રેમી યુગલ
૧૬૭
આયે, અને શા માટે આવેલી છું, એની પછી વાત; પરંતુ આપ મને ઓળખતા નથી, એ ઘણું જ અજાયબી ભરેલું છે.” *
હું સત્ય જ કહું છું કે હું તમને ઓળખતું નથી અને કદાચ ઓળખતો હોઉં; તો પણ હાલ મને તમારો પરિચય યાદ આવતો નથી.” વિજયે નિખાલસ દિલથી કહ્યું.
“આપ મને ઓળખો તે છે; પરંતુ હાલ મને ભૂલી ગયા હશો, એ આપની વાત સત્ય છે; કારણ કે ઘણે ભાગે દરેક માણસ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે, ત્યારે તે આગલા પરિચયવાળાં માણસેને ભૂલી જાય છે. આપના સંબંધમાં પણ આમ જ થયું છે આપ જ્યારે મારા પરિચયને ભૂલી ગયા ત્યારે મારે આપને યાદી આપવી જોઈએ કે હું શાહજાદી આરામબેગમની બાંદી છું અને મારું નામ જુલિયા છે.” બાંદી જુલિયાએ પિતાને પરિચય કરાવતાં કહ્યું.
“જુલિયા ?” વિજયે અજાયબ થઈને કહ્યું, “તમને તે હું સારી રીતે ઓળખું છું; કારણ કે આજથી કેટલાક સમય પૂર્વે યમુના નદીના કિનારેથી તમે જ મને શાહજાદી સાહિબાની હજુરમાં લઈ ગયાં હતાં, પરંતુ તેને આજ ઘણે સમય થઈ ગયો હોવાથી હું તમને ઓળખી શક્યા નહોતા ઠીક, પણ તમારું આગમન અત્રે શા કારણથી થયું છે? શાહજાદી સાહિબાની તબીયત કેવી છે ?" - “વિજયકુમાર !” જલિયાએ જવાબ આપ્યો. “હું અત્રે શા કારણથી આવી છું તથા શાહજાદી સાહિબાની તબિયત કેવી છે, તે સંબંધી વિગતવાર વાત કહેવાને મને અવકાશ નથી; કારણ કે હું અત્રે આવી છું, તે ઘણું જ છુપી રીતે આવેલી છું અને તેથી શાહજાદી સાહેબાએ આપને આપવાને એક કાગળ આપે છે, તે આપીને જ અત્રેથી ચાલ્યા જવાની રજા લઉં છું.”
જલિયાએ એ પ્રમાણે કહીને વસ્ત્રમાં છૂપાવી રાખેલો એક કાગળ કાઢીને વિજયને આપ્યો. વિજયે તે કાગળને પિતાના હાથમાં લીધે, તે પછી જલિયાએ કહ્યું. “આપની જુદાઈથી શાહજાદી સાહિબાના કેવા હાલ થયા છે, તે આપ સદરહુ કાગળના વાચનથી જાણી શકશો. હવે હું જાઉં છું અને કહું છું કે આપને શાહજાદી સાહિબાને આ કાગળના પ્રત્યુત્તરમાં કાગળ લખ હોય, તો લખીને આપના વિશ્વાસુ માણસ સાથે યમુના નદિના કિનારે ચક્કસ સ્થળે રાત્રિના આઠ વાગે મેકલવાની વ્યવસ્થા કરજે. હું તેની રાહ