________________
મેવાડના પુનરુદ્ધાર
તેમને વિસરી ગયા હતા; પરંતુ હવે તેની સમાપ્તિ થવાની હ।ઈ તેમનાં સુખી સૌંસારનું એકાદ ચિત્ર આલેખવાની અમારી તીવ્ર ઈચ્છાને અમે રેકી શકતા નથી. આ બધા સમય દરમ્યાન વિજય પોતાની પ્રિયતમા ચંપાના સુખભર્યા સહવાસમાં રહેવાથી શાહજાદી આરામખેગને સર્વથા વિસરી ગયા હતા; પરંતુ શાહજાદી તેને તેની પેઠે વિસરી ગઈ નહેાતી. શહેનશાહ અકબરે શાહજાદીની પ્રત્યેક ચર્ચા ઉપર સખ્ત દેખરેખ રાખેલી હાવાથી તે પુનઃ વિજયને કદાપી મળી શકી નહેાતી. પરંતુ તેથી કરીને તેનાં હૃદયમાંથી વિજયની સ્મૃતિ ભૂંસાઈ ગઈ નહેાતી. તે પેાતાના આવાસમાં અને તારિણી સ્ત્રીએ અને હબસી ગુલામેાના સખ્ત ચેકી પહેરામાં રહ્યાં છતાં પણુ વિજયને પ્રતિદિન સ'ભારતી હતી અને તેનું સદૈવ ધ્યાન ધરતી હતી.
૧૬૬
અમે ઉપર કહી ગયા તેમ વસંતઋતુ તે ચાલતી જ હતી અને વળી વિશેષમાં જે સમયની ઘટનાના ઉલ્લેખ કરવાના પ્રસંગ અત્રે અમે હાથમાં લીધા છે; તે સમય પ્રાતઃકાળતા હતા. મધુર અને સ્નિગ્ધ પવનની લહેરીએ એરડામાં વાતાયનની પાસે જ સુોાભિત આસન ઉપર બેઠેલા વિજયને આનંદના મીઠા અનુભવ કારવતી હતી. પ્રાતઃકાળના આવશ્યકીય કાર્યોથી પરવારી જે વખતે વિજય નિમળ ચિત્તે એકાદ ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરી રહ્યો હતેા, તે વખતે તેના નાકરે આવી તસ્લીમ કરીને કહ્યું.
“ સાહેબ ! આપને એક સ્ત્રી મળવાને માટે આવી છે અને તે આપની આજ્ઞાની રાહ જોતી બહાર દરવાજે ઊભી છે.''
.
વિજયે પુસ્તકમાંથી પેાતાની ષ્ટિને બહાર કાઢીને તેમ પૂછ્યું, “તે શ્રી ક્રાણુ છે અને મને શા કારણુથી મળવાને માગે છે”
“તે વિષે હું કાંઈ પણુ જાણુના નથી અને તેથી આપની આજ્ઞા હેય તે પ્રમાણે અમલ કરુ'.'' નાકરે નમ્રતાથી જવાબ આપ્યા.
“ઠીક, એને અહીં આવવા દે.' વિજયે આજ્ઞા આપી
નાકર તુરત જ ચાલ્યે ગયા અને થાડીવારમાં એક સ્ત્રી સાથે તે પુનઃ વિજય સન્મુખ આવીને ઊભો રહ્યો. તે સ્ત્રીને આવેલી જોઈને વિજયે પેાતાના નાકરને બહાર ચાલ્યા જવાની ઈશારત કરી અને તે ગયા પછી તેણે આવ નાર સ્ત્રી તરફ જોઈને પૂછ્યું. “તમે કેણુ છે અને અત્રે શા કામ માટે આવેલાં છે ?''
આવનાર સ્ત્રીએ વિજયના મુખ સામે તીક્ષ્ણ દષ્ટિપ્રુાત કરતાં જવાબ