________________
પ્રકરણ ૨૫મું
પ્રેમી યુગલ. “અગાધ ભવ સિંધુ તન, ઔર ન કેઈ ઉપાય; પ્રેમ નાવ કે આશરે, પ્રેમી-જન તર જાય.”
વર્તમાન સમયમાં વિધાતાની વિચિત્ર લીલાથી શુદ્ધ અને નિર્મળ પ્રેમને હૃદયમાં ધારણ કરનારાં મનુષ્ય શેડાં જોવામાં આવતાં હશે; તો પણ તેવાં પ્રેમી યુગલે આ પુનિત ગણાતા હિન્દુસ્થાનમાં પૂર્વ ઘણું થઈ ગયાં છે, એ નિર્વિવાદ સત્ય છે. હિન્દુસ્થાન દેશ તે આજે પણ એને એ જ છે; પરંતુ સમય અને સ્થિતિમાં ફેરફાર થઈ ગયેલ હોવાથી માનવ-પ્રાણીઓનાં હત્યામાં પણ તફાવત પડી ગયો છે. અને તેથી જ પ્રેમનું સ્થાન મેહે લઈ લીધું છે. આ ઉપરથી પૂર્વે મેહનું સ્થાન અસ્તિત્વમાં જ નહોતું, એમ કહેવાને અમારો આશય નથી, તેમ એ પ્રમાણે માની લેવાનું પણ નથી; પરંતુ અમારે કહેવાને ભાવાર્થ માત્ર એટલો જ છે કે હાલમાં મેહનું જે પ્રબળ સામ્રાજ૫ જામી ગયું છે, તેવું પૂર્વ સર્વથા નહોતું. તે સમયે એવાં ઘણાં પ્રેમીયુગલે હયાતી ધરાવતાં હતાં કે જેમણે પોતાના ધર્મની ખાતર, પિતાના સમાજની ખાતર, પિતાની કીર્તિની ખાતર અને પિતાના ગૌરવની, ખાતર પોતાના પ્રિય પ્રાણની પણ દરકાર રાખી નહોતી. આ વાતને માત્ર અમે જ કહીએ છીએ એમ નથી; કિન્તુ ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે અને તેથી ઈતિહાસનાં રસિકજને અમારી વાતને સારી રીતે સમજી શકે તેમ છે. વિજય અને ચંપાનું યુગલ પણ આવાં પ્રેમીયુગલ માંહેનું એક હતું. શહેનશાહ અકબરની રૂપશાલિની શાહજાદીના પ્રેમમાં નહીં ફસાતાં વિજયે જેમ પિતાનાં હદયને સ્વસ્થ રાખ્યું હતું, તેમ ચંપાએ પણ તેના પિતાના તેને કઈ લાયક અને શ્રીમંત યુવક સાથે પરણાવવાના આગ્રહની સામે પિતાની દઢતાને ટકાવી રાખી હતી. આ ઉભય પ્રેમીઓનાં હદમાં શુદ્ધ અને નિર્મળ પ્રેમને જન્મ થયેલ હોવાથી તેઓ પિતાની દઢતાને છેવટ સુધી સાચવી શકતાં હતાં અને તેથી જ તેઓ પોતાની ધારણમાં ફલિભૂત થતાં હતાં. ચંપા રેલા વ્રતના ઉત્સવ પછી થાનસિંહ શેઠ તેનું વિજય સાથે લગ્ન સુરતમાં જ કરી નાખ્યું હતું. આ સમયે ખુદ શહેનશાહ અકબરે જાતે હાજર રહીને તેમને અખૂટ સંપત્તિથી નવાજ્યાં હતાં. લગ્ન થયા પછી વિજય અને ચંપાનું પ્રેમીયુગલ પ્રેમને અનુભવ કરતું સુખમાં દિવસે વ્યતિત કરતું હતું. આજ સુધી નવલકથાની અન્ય ઘટનાઓમાં આપણે ગુંથાયલા રહેવાથી