________________
સ્થિત્યંતર
૧૬૩
તુરત જ ભામાશાહે કૈધે ભરાઈને શાહબાજખાના શસ્ત્ર પકડેલા હાથ ઉપર પિતાની તલવારને સખ્ત ફટકે લાગ જોઈને લગાવી દીધો અને તે જ ક્ષણે શાહબાજખાંના હાથમાંથી તેની તલવાર ખણખણાટ કરતી દૂર જઈને ઊડી પડી. ભામાશાહે આ તકને લાભ લઈને શાહબાજ ખાંનાં મસ્તક ઉપર પોતાની તલવાર ઉગામી અને જે તેણે ઘા કર્યો હોત, તો તે ખુદાના દરબારમાં પણ પહોંચી ગયો હતઃ પરંતુ નિઃશસ્ત્ર પ્રતિસ્પર્ધને નહિ મારવાને વિચાર કરીને તેણે પિતાની તલવારને મ્યાનમાં નાંખી દીધી. તલવારને માન કર્યા પછી તેણે અનુકંપા દર્શાવતાં કહ્યું. “ખાં સાહેબ ! તમે મારા પ્રતિસ્પર્ધિ છો અને તે ખાતર તમને ખુદાતાલાની 'હજરમાં મેકલવાની આ તકને ચૂકી જવી જોઈએ નહિ; પરંતુ અત્યારે તમે નિઃશસ્ત્ર છે અને તેથી તમારા ઉપર ઘા કરવાનું મને વ્યાજબી લાગતું નથી. મારી ઈચ્છા છે કે તમે કાં તો શસ્ત્રને પુનઃ ધારણ કરો અને કાં તે અહિંથી સુખ રૂપ પલાયન કરી જાઓ.”
શાહબાજખાંએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ. તે દિલગીરી ભરેલા મુખથી આસપાસ જોઈ રહ્યો. તેને ચૂપ રહેલા જોઈને ભામાશાહે કહ્યું. “શો વિચાર કરો છો; ખાંસાહેબ !”.
આ વખત પણ તેણે કાંઈ ઉત્તર આપ્યું નહિઃ કિન્તુ તે તે પૂર્વવત ‘આસપાસ જોઈ રહ્યું હતું. આ ઉપરથી તેની નાસી જવાની ઈચ્છા જાણીને ઉદાર દિલને ભામાશાહ તેને તેની તક આપવાની ખાતર કાંઈ પણ બેલ્યા વિના અન્યત્ર ચાલ્યો ગયો. શાહબાજખાંને પણ એટલું જ જોઈતું હતું. "ભામાશાહને ત્યાંથી ચાલ્યો ગયેલો જોઈને તે તુરત જ સાવધ થયો અને પોતાના ભેડાઘણા સૈનિકે જે આ યુદ્ધમાંથી બચવા પામ્યા હતા, તેમને લઈને ત્યાંથી નાસી ગયો. આ પ્રમાણે દેલવાડા કિલ્લાને કબજે પ્રતાપસિંહના હસ્ત ગત થતાં તેણે પોતાની આણ ત્યાં વર્તાવી દીધી અને ત્યાર પછી ભામાશાહને કમલમેરના કિલ્લા ઉપર ચડાઈ લઈ જવાની આજ્ઞા આપી દીધી. પિતાના મહારાણુની આજ્ઞા મુજબ મંત્રીશ્વર ભામાશાહ કેટલાક સૈનિકો સાથે કેમલમેરના કિલ્લા ઉપર હુમલો કરવાને તુરત ચાલ્યો ગયે. ભામાશાહે કમલમેર નજીક આવીને કિલ્લાની ચેમરફ પોતાનું સૈન્ય ગોઠવી દીધું. એટલામાં પ્રતાપસિંહ પણ દેલવાડાને કિલ્લાને ભાર સલ્બરરાજ ગોવિંદસિંહને સોંપી તુરત રણવીરસિંહ તથા કર્મસિંહની સાથે તેની મદદે આવી પહોંચ્યો. કેમલમેરને કિલ્લેદાર અબ્દુલખાં રજપુત સૈન્ય સાથે ઘણી જ બહાદુરીથી લ; પરંતુ રજપૂતોના પ્રબળ ધસારા