________________
સ્થિત્યંતર
૧૬૧
અને તે માંહેના એક કરોડ વર્ષના બાળક તરફ જોઈને પૂછ્યું. “તારું નામ
મારું નામ છે બાળકે જરા અજાયબી દર્શાવતાં જવાબ આપ્યો. “મારું નામ સીકંદરખાં છે.”
“સીકંદરખાં ” પ્રતાપસિંહે કહ્યું. “તારી પાસે ઊભેલો આ પરિવાર કાન છે તથા તું મને બેટા છે ?"
મોગલસેના શેરમર્દ સિપાહાલાર ખાનખાના અબ્દુલરહીમખાંના સુપ્રસિહ નામને તે તમે સાંભળ્યું છે ને ? આ પરિવાર તેમને જ છે અને હું પણ તેમને જ બેટ છું.”
“બહુ સારું. હું તમને સને તમારા પિતાના નિવાસસ્થાને સુખરૂપ પહેચાડવાની ગોઠવણ કરું છું. તમે સર્વ મારા કુમાર અમરસિંહ સાથે જાઓ; તે તમને તમે કહેશે ત્યાં પહોચતાં કરશે.” પ્રતાપસિંહે એ પ્રમાણે કહીને અમસિંહને તેમની સાથે જવાની સૂચના કરી,
અમરસિંહ પોતાના પિતાની આજ્ઞા મુજબ તેમને સર્વને લઈને ત્યાંથી ચાલે છે. તે પછી પ્રતાપસિંહે ભામાશાહ તરફ જોઈને કહ્યું. “મંત્રીશ્વર ! આ સમયે શરૂઆતમાં જ મગનું થાણું આપણે કબજે થવાથી મને લાગે છે કે હવે આપણે વિજય જ થશે. કેમ, તમારી શી માન્યતા છે ?"
ભામાશાહે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું. “મહારાણું ! આપની ધારણું સત્ય છે, કારણ કે શરૂઆતમાં જીત થી, એ ભવિષ્યમાં મળનારા મેટા વિજયનું શુકન છે અને તેથી હવે આપણે વિજય જ થશે, એ નિઃસંદેહ વાત છે. જેવી આપની માન્યતા છે, તેવી જ મારી પણ માન્યતા છે; પરંતુ તે સાથે મારો અભિપ્રાય એ છે કે આપણે હવે જેમ બને તેમ જલદીથી લેનાં બીજાં થાણુઓ ઉપર ચડાઈ લઈ જવાની અગત્ય છે.”
મારે અભિપ્રાય પણ એ જ છે અને તેથી હું તથા તમે ઉભય આપણી પાસેના સૈન્ય સાથે એકદમ દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈને જઈએ; કારણ કે એ કિલ્લામાં શાહબાજખાં પોતાના થોડા જ સૈન્ય સાથે પડેલ છે અને તેથી એ કિલો આપણું કબજામાં સહજમાં આવી શકશે. સિપાહયાલાર ખાનખાના કયાં છે, તેને પત્તે આપણને હજુ મળ્યું નથી અને જો કદાચ મળશે, તો પણ તેનાં વિશાળ સૈન્ય સામે થવાની આ૫ણુમાં હજુ શક્તિ નથી અને તેથી પ્રથમ શાહબાજખાને દબાવી દેવો એ જ આપણું માટે યોગ્ય છે.”