________________
૧૬૦
મેવાડને પુનરુદ્ધાર
કરવાને અને તેનાં સૈન્ય સાથે યુદ્ધ કરવાને હજુ સુધી કોઈ પણ પ્રયાસ કર્યો નહેત; કિન્તુ તે તે પોતાનાં વિશાળ સૈન્યને આસપાસ ગોઠવી દઈને એક સ્થળે નિરાંતે બેસી રહ્યો હતો. આ તકને લાભ લઈ પ્રતાપસિંહના કુમાર અમરસિંહે મોગલોના શેરપુરા થાણુ ઉપર હુમલો કર્યો. આ થાણામાં મેગલસત્ય બહુ જ થેડું હોવાથી ક્ષણવારમાં તેણે તેને કબજે કરી લીધું અને તેની અંદરના મનુષ્યને કેદ કરીને પ્રતાપસિંહ આગળ લઈ ગયો. પ્રતાપસિંહ તથા ભામાશાહ આ સમયે મેગલસિન્યનાં બીજાં થાણુઓને શી રીતે જીતી લેવા, તે વિષે યોગ્ય સ્થળે વિચાર કરી રહ્યા હતા. અમરસિંહ કેદ કરેલા મનુષ્યોને લઈને ત્યાં હાજર થયો અને પોતે શેરપુરના થાણાને કેવી રીતે જીતી લીધું, તે વિષેની સઘળી વાત તેને કહી દર્શાવી. પ્રતાપસિંહે તેની સઘળી વાત સાંભળી લઈને કહ્યું, “પ્રિય પુત્ર અમરસિંહ. શરૂઆતમાં જ તે મોગલસેના થાણાને જીતી લીધું, તે માટે તેને હું મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે બીજ થાણુઓને કબજે કરવામાં પણ તું વિજયી થઈશ; પરંતુ આ મનુષ્ય કેણ છે? તેમને તું અહીં શા માટે લાવ્યો છે ?”
અમરસિંહે સહાસ્યવદને જવાબ આપ્યો. “પિતાજી ! તેઓ કોણ છે, તે હું જાણતો નથી; પરંતુ શેરપુરના થાણામાંથી તેમને કેદ કરેલા છે. મને લાગે છે કે તેઓ કેઈ મોગલ સરદારના કુટુંબનાં મનુષ્યો હોવા જોઈએ.”
પ્રતાપસિંહે જરા કરડા અવાજે કહ્યું. “અમરસિંહ. આ નિરાધાર સ્ત્રીઓ અને બાળકને કેદ કરવામાં તે ડહાપણનું કાર્ય કર્યું નથી; કેમકે સ્ત્રીઓ કે બાળ કેને કેદ કરવાને આપણા ક્ષત્રિયોને ધર્મ નથી. ક્ષત્રિયોએ તો નિરાધાર મેન્થોને હમેશાં મદદ કરવી જોઈએ, તેના બદલે તું આમને પકડીને અહીં લઈ આવ્યા તે પેગ કર્યું નથી, માટે તેમને તત્કાળ મુક્ત કરીને તેઓ કહે તે સ્થળે તેમને પહોંચતાં કરવાની ગોઠવણ તુરત જ કરીને પાછો અહીં ચાલ્યા આવજે.”
અમરસિંહે કહ્યું. “પિતાજી ! આપનું કથન સત્ય છે કારણ કે તેમને પકડવામાં મારી ભૂલ થયેલી છે, એ હું કબૂલ કરું છું અને તે માટે આપની ક્ષમા માગું છું. આપની આજ્ઞા મુજબ તેમને એગ્ય સ્થળે પહોંચાડીને હમણાં જ પાછો આવું છું.”
એ પ્રમાણે કહીને અમરસિંહ પકડી લાવેલ સ્ત્રીઓ તથા બાળકોને લઈને ત્યાંથી જવાનું કરતો હતો, એટલામાં પ્રતાપસિંહે તેને જતાં અટકાવ્યું