________________
૧૫૮
મેવાડને પુનરુદ્ધાર
શિક્ષાઓ છે કે જેથી ગમે તેવા દુષ્ટ માણસ પણ સુધરી જાય છે, તેથી તેને કાંઈ પણ શિક્ષા નહિ કરતાં માફી આપું છું.”
“પરંતુ પ્યારે બાબા ! શું હું આપની રહેમને રેગ્ય છું કે આપ મને માફી આપે છે ?” સલીમે આતુરતા સૂચક સવરે પૂછયું.
હા, તું મારી રહેમને સર્વ ગ્ય જ છે; કેમકે પુત્ર કપુત્ર થાય છે; પરંતુ માવતર કદિ પણ કમાવતર થતાં નથી અને તેથી તું માફીને પાત્ર છે. સલીમ તું હવે જા અને મારા ખાસ એારડામાં મારી રાહ જો; હું હમણાં જ તારી પાસે આવી પહોંચું છું.” એમ કહી બાદશાહ અકબરે તેને ત્યાંથી ચાલ્યા જવાની ઈશારત કરી એટલે તે તેને નમીને તુરત જ ચાલ્યા ગયે.
તે ગયા પછી શહેનશાહે પોતાના દોસ્ત જીને કહ્યું, “યારા મિત્ર ! તમારી બીબીને માટે હવે તમે શું કરવા માગો છો? તમને જે કાંઈ હરકત ન હોય અને તમારી કબૂલાત હોય, તે હું તેને કેદ કરવાને માગું છું. કારણ કે સર્વ ખટપટનું મૂળ તે જ છે.” * “નામવર શહેનશાહ !” ફજીએ કહ્યું. “મારી બેવફા બીબીને માટે આપ ગમે તે કરવાને મુખત્યાર છે; મને તેમાં કોઈ પણ પ્રકારની હરકત નથી.”
“બહુત ખૂબ.” બાદશાહ અકબરે એમ કહીને પિતાના અંગરક્ષને જોરથી બૂમ મારી. તુરત જ બે હથિયારબંધ કર્મચારીઓ બાદશાહની સન્મુખ આવીને કુનિસ બજાવીને ઊભા રહ્યા. બાદશાહ અકબરે તેમને કરડા અવાજે હુકમ કર્યો. “આ બાનુને ભયંકર કારગૃહમાં લઈ જાઓ અને તેમાં તેને કેદ કરીને મને સત્વરે ખબર આપે.”
કર્મચારીઓ રછયાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. રજીયાએ જતી વખતે શહેનશાહને તથા તેના શૌહર ફેંજીને પિતાને પણ શાહજાદાની જેમ માફી આપવાનું ઘણું ઘણું અરજ ગુજારી હતી, પરંતુ સંગ દિલના શહેનશાહે કેફ છએ તે પ્રતિ જરા પણ લક્ષ્ય આપ્યું નહોતું. શાહજાદે સલીમ તેને બાબાની રહેમથી છુટી ગયો અને રજીવાને કેદમાં સપડાવવું પડયું એ વિધિની વિચિત્ર લીલા નહિ તે બીજુ શું ? .
તે પછી શહેનશાહ અને ફજી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા.