________________
પ્રરણું ૨૪મું
સ્થિત્યંતર સુખ અને દુઃખ, ચડતી અને પડતી તથા ઉદય અને અસ્ત એ પ્રકૃતિના સામાન્ય નિયમો છે અને તે એવી રીતે સંકળાયેલા છે કે વ્યક્તિ અને સમષ્ટિ ઉપર તેઓ અનુક્રમે પિતાનું સામ્રાજ્ય જમાવતા જોવામાં આવે છે. આ નિયમો એ બીજું કાંઈ જ નહિં; પરંતુ પૂર્વજન્મમાં કરેલાં કર્મોનાં ફળવિશેષ જ હોવાથી તેને સહન કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય મનુષ્યને માટે રહેતો નથી. કર્મના એ ફળ અનુકૂળ બનીને સહન કરવાં, એમાં ખરા પુરુષાર્થ રહેલો છે અને તેથી જે માને તે પ્રમાણે સુખ અને દુઃખ ઉભય સ્થિતિઓને શાંતિથી અનુભવીને પોતાનાં જીવનને ઉજજવળ બનાવે છે, તેઓ જ ખરેખરા મહાપુરુષો છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશાહ આદિ વીર પુરુષોએ પિતાની જન્મભૂમિને ઉદ્ધાર કરવાને, પિતાનું સ્વમાન સાચવી રાખવાને, પોતાના ધર્મનું રક્ષણ કરવાને, પોતાની કીતિને ટકાવી રાખવાને અને પોતાની સ્વતંત્રતાને પુનઃ મેળવવાને જે જે પ્રયાસો કર્યા હતા, તે સર્વ પ્રયાસેનું મેગ્ય ફળ તેમને તત્કાળ મળ્યું નહોતું; કિન્તુ દરેક વખતે તેમને દુઃખ અને પરાજયને જ અનુભવવા પડયાં હતાં, એ અત્યાર સુધી બનેલી ઘટનાઓથી વાચક મહાશયે સારી રીતે પરિચિત છે; પરંતુ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ જેમ અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે હવે પ્રતાપસિંહની વર્તમાન સ્થિતિમાં ફેરફાર થવાને વખત સ્વભાવિક રીતે આવી પહોંચ્યા હતા. દેશભક્ત ભામાશાહે પિતાની સઘળી સંપત્તિ મેવાડના ઉહારને માટે મહારાણું પ્રતાપસિંહને અપર્ણ કરવાથી તે તેની સહાયવડે સૈનિકોને મેળવી શક્યો હતો. આ ઉપરાંત રાયધવલ અને બીજા ઠાકરએ પણ પિતાનાં સભ્યો પ્રતાપસિંહની મદદમાં આપ્યાં હતાં અને તેથી તે પોતાની પાસે સારું લશ્કર જમા કરવાને શક્તિવાન થયો હતો. લશ્કરને એકત્ર કર્યા પછી પ્રતાપસિંહે ભામાશાહને મુખ્ય સેનાપતિની પદવી આપીને કેટલુંક સૈન્ય તેને સુપ્રત કર્યું અને બાકીનું બીજું સૈન્ય અમરસિંહ, રણવીરસિંહ, કર્મસિંહ, ગોવિંદસિંહ, કૃષ્ણલાલ વગેરેના કબજામાં સંપીને અબ્દુલરહીમખાંની સરદારી નીચે આવતાં મેગલ સિન્યની સામે થવાને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી લીધી. સિપાહસાકાર અબ્દુલરહીમખાં બહુ જ દિલાવર દિલને હેવાથી તેણે પ્રતાપસિંહને હેરાન