________________
૧૬૨
મેવાડને પુનરુદ્ધાર
પ્રતાપસિંહે ભામાશાહના અભિપ્રાયને અનુમોદન આપતાં પિતાના વિચારો કહી બતાવ્યા.
“બાપે કહી બતાવેલા વિચારો સ્તુત્ય છે. એ પ્રમાણે વર્તવાથી દેલવાડાના કિલ્લાને હસ્તગત કરવાની સાથે કેમલમેરના કિલ્લાને પણ આપણે તુરતમાં જ હસ્તગત કરી શકશું અને બને કિલ્લાઓ એટલા બધા મજબૂત છે કે તેને કબજો મેળવ્યા પછી આપણે મોગલેની સાથે ઘણી જ સરલતાથી યુદ્ધને ચાલુ રાખી શકવાને શક્તિમાન થઈ શકશું” ભામાશાહે પ્રતાપસિંહના વિચારો સાથે સંમત થતાં કહ્યું.
“અને આપણું સૈન્યની બીજી ટુકડીઓને મેગલનાં બીજાં થાણુઓ ઉપર હુમલો લઈ જવાની અને અરસપરળ સહાય આપવાની સૂચના આપી દઈએ.” પ્રતાપસિંહે એમ કહીને પોતાની પાસે પણ જરા દૂર ઊભેલા બે સૈનિકેને બોલાવી ગોવિંદસિંહ, અમરસિંહ તથા કર્મસિંહ વિગેરેને યુદ્ધની ગોઠવણ સંબંધી ઘટતી સૂચનાઓ આપવાને માટે યોગ્ય સ્થળે રવાના કરી દીધા.
આ પ્રમાણે બધો ભૂહ રચીને પ્રતાપસિંહ તથા ભામાશાહ પિતાના સૈન્ય સાથે દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયા અને ત્યાં પહોંચીને સદરહુ કિલ્લાને તેમણે ઘેર પણ નાંખી દીધે. શાહબાજ ખાંને શત્રુન્યના આગમનની ખબર પડતાં તે પ્રથમ તો "અજાયબ થઈ ગયે; પરંતુ તે પછી હિંમતને ધરીને પિતાની પાસે જે થોડું ઘણું સૈન્ય હતું, તેને તૈયાર કરી કિલ્લાને બચાવ કરવા પ્રયાસમાં પડે. દેલવાડાના કિલ્લાની ચેતરફ પિતાના સૈનિકોને યોગ્ય રીતે ગોઠવી દીધા પછી મહારાણાએ પિતાના એક દૂતને શાહબાજખાની પાસે કિલો પિતાને વગર હરકતે સેંપી દેવાને માટે વાતચીત કરવા મોકલ્યા; પરંતુ શાહબાજ ખાંએ તેનું અપમાન કરીને તેને કેદ કરી દીધેમહારાણા પ્રતાપસિંહને આ વાતની ખબર પડતાં તે બહુ જ ગુસ્સે થયા અને તેથી તેમણે તુરતજ કિલ્લા ઉપર હુમલો કરવાને અને તેને તોડી પાડવાને હુકમ આપી દીધો. રાજપૂત સૈનિકે આજ્ઞા મળતાં જ કિલ્લા ઉપર તુટી પડયા અને ક્ષણવારમાં તેને એક બાજુએથી તેડી નાંખીને અંદર દાખલ થઈ ગયા. શાહબાજ ખાં પણ પોતાના સૈનિકો સાથે યુદ્ધ કરવાને સામે દોડી આવ્યું. મંત્રીશ્વર ભામાશાહે તેને તુરત જ પકડી પાડયો અને તેને પિતાનાં શસ્ત્રો સંભાળવાની સૂચના આપી દીધી, આ ઉભય યોદ્ધાઓ વચ્ચે બહુ જ સખ્ત રીતે યુદ્ધ ચાલ્યું. કેટલીક વાર સુધી તો કોણ કોને હરાવશે, એ કહી શકાય તેમ નહોતું, પરંતુ તે પછી