________________
૧૪૬
મેવાડના પુનરુદ્ધાર
પેાતાના દેશ અને સ્વામીના સાચા સેવકને સહસ્રવાર ધન્ય છે !”
“અને હુક પણુ ઠાકાર રાયધવલજીના મતને મળતા થાઉં છું; કારણકે મંત્રીશ્વર ! તમે તમારૂં સધળું ધન દેશના ઉદ્ધારને માટે અપણુ કરીને સ્વદેશભક્તિનું જે ઉત્તમ કાય કયુ′′ છે, તે માટે તમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા થોડા જ છે અને તમારી જેટલી પ્રશંસા કરીએ, તે પણ ઘેાડી જ છે. મારે નિવિવાદપણે કહેવું જોઈએ છે કે આજે તમે કરેલા સ્વાર્પણુથી મેવાડીએની ચાલી જતી આબરૂનું રક્ષણ થયું છે, એટલું જ નહિ, પણ તેનું નાશ પામતુ ગૌરવ સચવાઈ રહ્યું છે.” ગાવિંદસિંહે પેાતાના ખરા જીગરથી કહ્યું,
મ`ત્રીશ્વર ભામાશાહે આ ઉભય વીરાએ કરેલી પેાતાની પ્રશ'સા સાંભળીને કહ્યુ, “ઠાકાર રાયધવલજી તથા સલુખરરાજ ! મારા પ્રત્યેની તમારી ઉભયની શુભ લાગણી જોઈને હું તમારા અત્યંત ઉપકાર માનું છું; પરંતુ તમે મારી જે પ્રશ'સા કરી છે., તેને માટે હું યેગ્ય નથી; કારણ કે મેં જે કાંઈ યત્કિંચિત્ સ્વાપણું કર્યુ” છે, મારી ક્રૂરજના અંગે જ કરેલું છે.''
આ વાતચીત થઈ રહ્યા પછી મહારાણા પ્રતાપસિહે કહ્યું: “ભામાશાહ ! તમે હવે તમારું ધન કે જે મેવાડના ઉદ્ધાર માટે અણુ કરવાને તૈયાર થયા છે; તેને અત્રે લાવવાની વ્યવસ્થા કરવાને આપણા કેટલાક વિશ્વાસુ ભીલાને લઈને ાએ અને અમે આસપાસના પ્રદેશમાંથી સૈનિકને એકત્ર કરવાના કાર્યમાં જોડાઈએ છીએ.”
“જેવી મહારાણાની આજ્ઞા.” એમ કહીને ભામાશાહ ત્યાંથી તેને નમન કરીને પેાતાને સાંપવામાં આવેલા કા ઉપર જવાને રવાના થઈ ગયા અને તે પછી પ્રતાપસિંહ પણુ યુદ્ધનાં સાધનાની તૈયારી કરવાને ત્યાંથી જવાની તૈયારી કરતા હતા તેને ડાઢાર રાયધવલે અટકાવીને નમ્રતાપૂર્વક કહ્યુ', ‘‘મહારાણા ! મંત્રીશ્વર ભામાશાહની વિનતિના સ્વીકાર કરીને જેમ આપે તેમને કૃતા કર્યા છે, તેમ મને પણ મારી વિનંતિના સ્વીકાર કરીને કૃતાથ કરશો.’
મહારાણાએ આન પૂર્ણાંક કહ્યું, “ઠાક્રાર ! તમારે જે કહેવું હાય તે, ખુશીથી કહેા. હુ· તેના અવશ્ય સ્વીકાર કરીશ.”
રાયધવલે કહ્યું: “મારી વિનતિ એ છે કે આપ જેવા સ્વદેશભક્ત, વીશિરામણી, પુણ્યશ્લેાક, દૃઢપ્રતિજ્ઞ અને પુરુષાત્તમ મહારાણાએ અત્રે આવીને મને જે માન આપ્યું છે, તે માટે આપને હું જેટલે ઉપકાર માનું