________________
શાહજાદા સલીમ
૧૫૩
હા, આપની ધારણા સત્ય છેકારણ કે એ વખતે વિજયને એ કાગળ આપીને હું તેને સમજાવતી હતી તે વખતે ખુદ શહેનશાહ હિન્દુના પોષાકમાં સજ્જ થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના આગમનથી હું તો તુરત જ પલાયન થઈ ગઈ હતી; પરંતુ વિજય ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો અને શહેનશાહે તેની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપ કર્યો હતો અને તેથી મારો એ કાગળ અવશ્ય તેમના હાથમાં જ ગયે હશે.” રજીયાએ સલીમની ધારણને સ્વીકારતાં પિતાની માન્યતા કહી બતાવી.
એ કાગળ જે બાબાના હાથમાં ગયે હશે, તો તે આપણી પૂરી ફજેતી થવાની છે; પરંતુ ૨જીયા! તે તે કાગળમાં શી હકીરત લખેલી હતી ? સલીમે જીજ્ઞાસાથી પૂછયું.
“શી હકીકત લખેલી હતી, કેમ? શહેનશાહ વિરુદ્ધ આપણે જે બળવો જગાડવાનાં છીએ અને આપણા તથા પાક ઈસ્લામ ધર્મના વિરોધી અબુલફજલ વગેરેને કાંટે આપણું માર્ગમાંથી દૂર કરવાની આપણે જે ઈચ્છા ધરાવીએ છીએ, તે વિષે કેટલાક ખુલાસા અને ગુપ્ત બાતમીઓને તે કાગળમાં લખવામાં આવેલી હતી અને તેથી તે કાગળ જે શહેનશાહના હાથમાં ગયો હશે તો આપણી બધી ગોઠવણ ધૂળમાં મળવાનો સંભવ છે. મને લાગે છે કે આપણે વિજયને એ કાગળ વિષે પૂછીએ તો શી હરકત છે ?” ૨જીયાએ કાગળની હકીકત કહેતાં પ્રશ્ન કર્યો..
નહિ તેને હવે એ વિષે કાંઈપણ પૂછી શકાય તેમ નથી; કારણ કે તે બાબાને માનીતો થઈ પડે છે અને તેથી તેને કાગળની હકીકત પૂછવાથી કાંઈ અર્થ સરે તેમ નથી.” શાહજાદાએ જવાબ આપ્યો
બી, જવાદો એ વાતને, પરંતુ બળ જગાડવા સંબંધી આપ હવે શું નિશ્ચય ઉપર આવ્યા છે” રજીએ વિષયને બદલીને સવાલ કર્યો.
બળવો જગાડ એ ચોકકસ છે, પરંતુ જ્યારે અને શી રીતે જગાડવો, તે વિષે મેં હજુ કશે પણ નિશ્ચય કર્યો નથી. બાદશાહને રાજધાનીને ત્યાગ કરીને દૂરના દેશમાં યુદ્ધાદિ કારણસર જવાનું થાય, તે બળ જગાડીને રાજધાનીનો કબજો મેળવવાનું કાર્ય સહેલું થઈ પડે તેમ હોવાથી હું તેની જ રાહ જોઈ રહ્યો છું. કેટલાક મુસલમાન સરદારોને તે મેં આપણું પક્ષમાં સામેલ કરી દીધા છે; પરંતુ રાજપૂત અને અન્ય હિન્દુ