________________
શાહજાદે સલીમ
૧૫૧
તને જ બીજી કોને ?”
તે આવનાર તરુણી ઉમરાવ ફિઝની બીબી રછાયા જ હતી. તેણે કહ્યું. “ખોટી વાત ! આપ તે પેલી નાદાન છોકરી મહેરને આપની રાજરાણી બનાવવાને માગે છે; કેમ ખરું ને ?”
“મહેર ! હા, મહેરને. પછી છે કાંઈ ?” શાહજાદાએ પુનઃ નીશામાં જ જવાબ આપે.
“ઠીક, તો પછી મને વિસારી મૂકશે ને ? અને જે મને આ પ્રમાણે વિસારી મૂકવાને માગતા હતા, તે પછી મારી સાથે પ્રેમસંબંધ શા માટે બાંધે ?' રજીયાએ કર્કશતાથી પ્રશ્ન કર્યો.
રજીયાના કર્કશ સ્વરથી શાહજાદાને જરા ભાન આવ્યું. તેને લાગ્યું કે નીશામાં તેણે કાચું કાપ્યું હતું અને તેથી પિતાની થયેલ ભૂલને સુધારી લેવાને માટે તે એકદમ ઊભો થઈ ગયો અને રછયાના કમળ, કરને પ્રેમથી પકડીને તેને પિતાની તરફ ખેંચીને બે. કેણુ પ્યારી રજીયા! જીન્નતની હુરી! તું અહીં કયાંથી ? તું અહીં કેટલા સમયથી આવીને ઊભી છે ?”
રજીયા કઈ કાચાપોચી નહેતી કે શાહજાદાનાં આ ઉપર ઉપરનાં મીઠાં વચનને ન સમજી શકે. તેણે ઝટ લઈને તેના હાથને તરછોડી નાંખીને કહ્યું. “નહિ. શાહજાદા સાહેબ! હું હવે તમારાં મીઠાં મીઠાં વચનેથી ભેળવાઈ જવાની નથી. તમે મહેરને ચાહતા હે અને તેને આપની રાજરાણું બનાવવાને માગતા હો, તો ભલે, હું મારે આ ચાલી. આપના જેવા ચંચળ ચિત્તના પુરુષ સાથે યાર બાંધવાથી જે આવું ફળ મળતું હશે, એવી મને પ્રથમથી ખબર હોત, તે હું મારા ખાવિંદને વિશ્વાસઘાત કરીને કદિ પણ આપની સાથે પ્રેમ જોડવાને આવત નહિ.”
આ પ્રમાણે કહીને ૨જીયા ત્યાંથી રીસાઈને ચાલી જવા લાગી એટલે શાહજાદાએ તેને હાથ પકડીને તેને ઊભી રાખી અને મંદ સ્મિત કરતાં કહ્યું.. “પ્યારી દિલબર ! શા માટે રીસાય છે? શા માટે તારા નાજુક દિલને દુઃખી કરે છે? શરાબના બેહદ નીશામાં મારાથી કાંઈ તને અપમાનકારક શબ્દો કહી જવાયા હોય, તે તે માટે તું મને માફ કર, કારણ કે શરાબના નીશામાં મારાથી ઘણીવાર ન બોલવાના શબ્દો બોલી જવાય છે, તે તું કયાં નથી જાણતી કે નાહક મારા ઉપર કરે છે ?