________________
૧૫૨
મેવાડને પુનરુહાર
રજીઆએ કાંઈક શાંતિને ધારણ કરીને કહ્યું. “શાહજાદા સાહેબ! હું આપના ઉપર ક્રોધ કરતી નથી, પરંતુ જે આપ મહેર–પેલી એક વખતની કંગાલ કરીને ચાહતા છે અને તેને જ તમારી રાજરાણું બનાવવા માગતા હે, તે પછી આપને મારી શી જરૂર છે? અને આપ જ્યારે તેને વધારે મહત્ત્વ આપવાને માગો છો, ત્યારે મારે અહીં આવવાનું પ્રયોજન પણ શું છે?”
“રજીયા! જરા” શાહજાદાએ રજીયાને મનાવતાં કહ્યું, “તું નાહક વહેમાય છે. નીશાના-અવેશમાં મહેર વિષે હું કાંઈ આડું અવળું બેલી ગયો હોઉં, તે તે તરફ તારે જરા પણ ધ્યાન આપવું જોઈએ નહિ. મહેર ગમે તેવી રૂપસુંદરી હોય, તો તેની મને શી પરવા છે? હું તે બસ તને જ ખરા હૃદયથી ચાહું છું અને તેથી જ્યારે હું હિન્દુસ્થાનને શહેનશાહ થઈશ, ત્યારે તને જ મારી શહેનશાહબાનું બનાવીશ, એવું મેં જે વચન તને આપ્યું છે, તેને હું વિસરી ગs નથી. વળી આજે તને પુન: પણ કહું છું કે હું મારા એ વચનને ગમે તે ભેગે પાળવાને તૈયાર જ છું. હવે તને મારા પ્રેમને વિશ્વાસ આવે છે, યારી ?
રજીયા શાહજાદાના ભોળા દિલને જાણતી હતી અને તેથી તેણે હસીને જવાબ આપે. “યાય આપના પ્રેમને મને વિશ્વાસ જ છે અને તેથી આપે આપેલ વચનને ગમે તે ભોગે આપ પાળશે, એવી મને સંપૂર્ણ ખાતરી જ છે; પરંતુ આપ કરે શરાબના વ્યસનની કાંઈ હદ રાખો તો ઠીક; નહિ તે પછી આપની તબિયતને ભેટે ધક્કો લાગશે.”
શાહજાદાએ રજીવાને પોતાના આસન ઉપર પોતાની પાસે જ બેસારીને અને તેનાં ગુલાબી ગાલ ઉપર ચુંબન ભરીને કહ્યું. “યારી ! હું ધણુએ જાણું છું કે શરાબનું રહસન ખરાબ છે; પરંતુ મને તેને એટલે બધે રસ લાગી ગયા છે, કે અસ્થી તેને છેડાતું નથી; તેમ છતાં તારી વ્યાજબી સલાહને માન આપીવે હું તેને ઓછું કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ. જોધા અને જગત પણ મને તે વિષે બહુ જ શિખામણ આપે છે, પરંતુ ખરાબ
તેના સહવાસથી સસબને હું છોડી શકતો નથી. ઠીક, પણ મહમદ કયાં ગયો ?”
“તે તે હું જ્યારે અહીં આવી, ત્યારને ચાલ્યા ગયા છે.” ૨જીયાએ કહ્યું.
હં, રજીયા, પણ પેલા કાગળનું શું થયું ? મને લાગે છે કે બાબાના હાથમાં એ કાગળ ગયા છે જોઈએ.” સલીમે કહ્યું..