Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 165
________________ મેવાડતા પુનરુદ્ધાર ૧૫૪ સરદારા અને અમીરા આપણા પક્ષમાં આવતા નથી. તે તે। બાદશાહને માટે પેાતાના પ્રાણ આપવાને પણ તૈયાર છે અને તેથી ખળવા જગાડવાનું કાર્યાં હાલ તુરંત સહેલુ નથી. અબદુલકાદરે મને ગઈ કાલે જ ખબર આપી છે કે બાદશાહ દક્ષિણમાં ખાનદેશ તરફ યુદ્ધ કાને માટે જવાના છે અને જો આ ખબર ખરી હાય અને તેએ રાજધાનીના ત્યાગ કરીને દક્ષિણમાં જવાના હાય તા પછી રાજધાની અને ખજાનાના કબજો મળવાનું કાર્ય આપણુને બહુ જ સરલ થઈ પડે તેમ છે. તથા એક વખત તેના કબજો આપણા હાથમાં આવી ગયા કે પછી બાદશાહથી ડરવાનું આપણને કશું પ્રયેાજન નથી.'' સલીમે ખળવા જગાડવાની પેાતાની ગાઠવણુ કહી બતાવી. “આપની ગાઠવણુ તા ધણી જ સારી છે અને ખુદાતાલાની રહેમથી તે પાર પશુ પડશે; પરંતુ તે પછી એટલે આપ શહેનશાહ થયા પછી આપની આ નાચીજ દાસીને ભૂલી તે। જશે! નહિ તે ?” રજીયાએ સૂચક દષ્ટિથી પૂછ્યું. “નહિ . પ્યારી રયા !'' સલીમે ર્જીયાને આલિગન આપીને કહ્યું. “તને તે। હુ' કદિ પણ ભૂલી જવાનેા નથી; કિન્તુ જ્યારે હું સમસ્ત હિન્દુસ્થાનના શહેનશાહ થઈશ ત્યારે તને મારી સામ્રાજ્ઞી બનાવીશ. ર્જીયા શહિાદા સલીમની અપૂર્વ પ્રીતિ જોઈને ખુશી થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું સુંદર મુખ ખીલી ઊઠયું. તેણે સાનાની પ્યાલી શરાબથી ભરીને શાહદાને પ્યારથી આપતા કહ્યું. “નામવર શાહનદ્દા | પ્યારા જીગર ! મારા તરફની આપની અપૂર્વ પ્રીતિ જોઈને હું. આપની ઘણી જ અહેશાનમંદ છું." શાહજાદાએ રજીયાના હાથમાંથી શરાખની પ્યાલી લઈને તેને ગટગટાવીને કહ્યુ. વાહવાહ, રજીયા ! શરાખકી કર્યાં માજ ? કયા આનંદ ?' રયાએ પુનઃ ખીજી પ્યાલી ભરીને આપી અને તેને પણ તે પૂર્વવત્ ગટગટાવી ગયા. તે પછી શાહજાદાએ નીશાના જોરમાં રજીયાને અનેક પ્રકારની રાજખટપટની વાતા કહી દીધી અને તે પણુ વધારે ને વધારે ગુપ્ત વાતા તેની પાસેથી પ્રેમનાં મીઠાં વચનેાથી લેાભાવીને કઢાવતી હતી. જ્યારે આ પ્રમાણે શાહજાદા સલીમ અને અમીર ફ્ છની ખીખી રયા શરાબમાં મસ્ત બનીને એશઆરામ ભોગવતાં હતાં ત્યારે શહેનશાહ અકબર અને તેના મિત્ર ફ્જી

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190