________________
શાહજાદે સલીમ
૧૫૫
તેમની આ બિભત્સ ચેષ્ટાને ગુપચુપ નિહાળીને મનમાં ને મનમાં આશ્ચર્ય પામતા હતા. શાહજાદાને વધારે બેભાન અવસ્થામાં જઈને શહેનશાહ અકબર તથા ફજી ઓરડામાં દાખલ થયા. રજીયાએ શરાબ પીધેલ નહિ હોવાથી તેને નીશો ચડેલ નહતા અને તેથી તે અકબર તથા ફળને આવેલા જોઈને આશ્ચર્ય પામી ગઈ અને બેઠી હતી ત્યાંથી એકદમ ઊભી થઈ ગઈ. શાહજાદે તે હજુ બેભાન અવસ્થામાં પડયો હતો અને મુખેથી “શરાબકી કયા મિાજ ? શરાબકી ક્યા બાત? પ્યારી રછયા? કયા આનંદ ” એમ વારંવાર અસ્પષ્ટ સ્વરે બરાડતો હતો. બાદશાહે તેની પાસે જઈને તેના ખભા ઉપર જરથી પિતાને હાથ મૂકીને ગંભીરતાપૂર્વક કહ્યું “સલીમ !”
સલીમે નીશામાં જ જવાબ આપ્યો. “દિલોજાન રછયા ! શરાબકી કયા મિજ? શરાબકી કયા બાત ?”
અકબર રાષપૂર્વક પુનઃ ગંભીરતાથી કહ્યું, “સલીમ !”
આ વખતે શાહજાદાએ કઈ જવાબ આપ્યો નહિ; પરંતુ નીશાના આવેશમાં ખડખડાટ હસી પડશે.
અકબરે તેને સંપૂણ બેભાન બને જોઈને તેને જાગૃત કરવાની ખાતર તેને હાથ જોરથી ખેંચીને કહ્યું. “સલીમ ! સાવધ થા અને જરા નિહાળીને જે કે હું કેણ છું ? રજીયા નહિ, પણ તારો બાબા અને સમગ્ર હિન્દુસ્થાનને શહેનશાહ અકબર છું, શું તું શરાબના નીશામાં એટલે બધે ચકચૂર થઈ ગયા છે કે મને એળખતો પણ નથી ?"
સલીમની કર્ણેન્દ્રિયમાં શહેનશાહ અકબર એ બે શબ્દોને પ્રવેશ થયે અને તેમ થતાં જ તેની જ્ઞાનેન્દ્રિય સતેજ થઈ ગઈ. તે આંખો ફાડીને અકબરની સામે પ્રથમ તે જોઈ રહ્યો; પરંતુ ત્યારબાદ તેને સંપૂર્ણ ઓળખવાથી મંત્રમુગ્ધ થઈ ગયે અને શરમથી અવનત મુખે ઊભો થઈ રહ્યો.
અકબરે તેને શુદ્વિમાં આવેલ જાણીને પૂછયું, “કેમ, સલીમ ! હજુ તે શરાબનો ત્યાગ નથી કર્યો ? તારા બાબાના હુકમને તું આવી જ રીતે અમલ કરે છે કે ? ઠીક, પણ આ સ્ત્રી કેશુ છે અને તે શા માટે અત્રે આવેલી છે ?”
શાહજાદે તેના બાબાનાં ઉપરા ઉપરી પ્રશ્નો સાંભળીને જરા ગભરાઈ ગયે અને તેથી તેણે કાંઈ જવાબ નહિ આપતાં ચુપ જ રહેવું પસંદ કર્યું..