________________
કરણ ૨૩મું
શાહજાદો સલીમ “દુનિયામેં અછી ચીજ જે કુછ હય વ શરાબ હય; ઇ શિવા જે ચીજ હય બિલકુલ ખરાબ હય. જે પીતા હય ઈસે આલમમેં વે સરદાર હતા હય; જે બેવકુફ હય ઈસે ઈન્કાર હેાતા હય.”
શાહજાદા સલીમે શરાબની બે ત્રણ પ્યાલીઓ ઉપરા ઉપરી ગટગટાવીને ઉપરની બેત કહી. એટલે તેને જાની મિત્ર મહમદ કે જે તેની સામે જ બેઠે હત, તેણે તેને વધાવી લઈને કહ્યું. “શાહજાદા સાહેબ ! આપે કહેલી બેત બિલકુલ રાસ્ત છે; કાં કે આ દુનિયામાં ખુદતાલાએ જે કાઈ અછી ચીજ બનાવી હોય, તો તે શરાબ છે. શરાબની મૌજ અને તેને નીશો ખરેખર અજબ છે અને તેથી જે ઈસમ તેને ઈન્કાર કરે છે, તે ખરેખર બેવકુફ અને ઉલ્લુને સરદાર જ છે, પરંતુ મારા મહેરબાન ! ગુલામની ગુસ્તાખી માફ કરજો; કાં કે દુનિયામાં શરાબ એ જો કે બહુત અછી ચીજ છે; તે પણ મારે કહ્યા સિવાય નથી ચાલતું કે ગુલાબી બદનની નવજવાન નાજુક પરી પણ શરાબથી જરાએ કમતી નથી.”
શાહજાદે એ સાંભળીને ખડખડાટ હસી પડયો. તેણે શરાબની એક પ્યાલી પુનઃ ગટગટાવી જઈ કહ્યું. “વાહવાહ, દસ્ત તે પણ ખૂબ કરી. ખુદાતાલાએ બનાવેલી શરાબ અને સુંદરી એ બે અજબ કરામતોમાં સુંદરી સર્વશ્રેષ્ઠ છે; કારણ કે શરાબને નીશો તો મારે મન સાધારણ બીના છે; પરંતુ સુંદરીના બેનમૂન રૂપને નીશ એટલે બધે બેહદ છે કે તેને તેની શી વાત કહું ? પેલી મદમાતી નવજુવાન સુંદરી મહેર-અમીર આયાસબેગની પુત્રી અને શેર અફગાનની બીબીને તે તે જોઈ છે ને ? તેના અજબ રૂપને મને એ તો નીશે ચડયો છે કે હજુ પણ તેની મનમોહન મૂરત મારો જીગરમાંથી દૂર થઈ નથી. હાલ તો જો કે બાબાએ તેને મારી નજરથી દૂર કરવાને માટે નાલાયક હશેર અફગાન સાથે પરણાવી દીધી છે; તો પણ હું તેને ભૂલી ગયા નથી અને તેથી કઈને કઈ વખતે હું એ રૂપસુંદરી મહેરને મેળવીશ અને તેને મારી રાજરાણું બનાવીને સુખી થઈશ.”