________________
ભામાશાહની સ્વદેશભક્તિ
૧૪૭
તેટલો થેડે જ છે, પરંતુ મને કહેવાને દિલગીરી થાય છે કે આપને જોઈએ તેવી અને તેટલી આગતાસ્વાગતાં મારાથી થઈ નથી, એટલું જ નહિ પણ આપને યોગ્ય એવી એક પણ વસ્તુ મારાથી આપની સન્મુખ નજર કરી શકાઈ નથી અને તેથી મારી પુત્રી અલકાસંદરી કે જે રૂપ અને ગુણમાં આપને, સર્વથા યોગ્ય છે, તેનું પાણગ્રહણ કરીને મને કૃતાર્થ કરશે.”
પ્રતાપસિંહને ઠારની આ માગણીથી આશ્ચર્ય થયું નહિ; કારણ કે અલકાસુંદરીની પ્રેરણાથી જ તે આ પ્રમાણે તેનું પાણિગ્રહણ કરવાને માટે કહે છે, એમ તેના અલકાસુંદરી સાથે થયેલા મીલનથી તેને જણાયું; તેમ છતાં તેણે કહ્યું: “રાયધવલજી! મારા દુઃખના અને ખરેખરી કટોકટીના સમયે તમે મને મારા પરિવાર સહિત આશ્રય આપીને જે આગતાસ્વાગતા કરી છે, તેને યોગ્ય બદલે મારાથી આવી હાલતમાં શી રીતે વાળી શકાશે, તેને હું રાત્રિ દિવસ વિચાર કરું છું. તેમાં વળી તમે મને તમારી પુત્રીનું પાણિગ્રહણ કરવાનું કહીને તમારા મારા ઉપરના ઉપકારમાં વૃદ્ધિ કરે છે, એ કેવી વાત? તમે મને ખરા સમયે આશ્રય આપીને જે સહાય કરી છે, તેને લઈને હું તમારી માગણીને અસ્વીકાર કરવાનું ઉચિત માનતો નથી; પરંતુ મારી પ્રતિજ્ઞાને અંગે તમારી પુત્રી સાથે હાલ તુરત હું લગ્ન કરી શકીશ નહિ અને હું આશા રાખું છું કે તે માટે મને માફ કરશે.”
રાયધવલે કહ્યું : “મહારાણુ! આપની પ્રતિજ્ઞાને હું જાણું છું અને તેથી આપ ધામધૂમથી મારી પુત્રી સાથે લગ્ન કરી શકે નહિ એ સર્વથા સ્વાભાવિક છે, પરંતુ હું આપની પ્રતિજ્ઞાને કોઈ પણ પ્રકારની હરકત આવે તેમ કરવા માગતા નથી. મારી વિનંતિ માત્ર એટલી જ છે કે આપે મારી પુત્રીનું પાણીગ્રહણ કરીને તેને આપની અર્ધાગના બનાવી આપની સેવામાં જ રાખવી. આ ક્રિયા કઈ પણ પ્રકારની ધામધૂમ વિના આજે સંધ્યા સમયે કરવાની મેં સર્વ ગોઠવણ પણ કરી રાખી છે; માટે આપ તેને સ્વીકાર કરીને મને વિશેષ ઉપકૃત બનાવશે, એવી મને સંપૂર્ણ આશા છે.
“બહુ સારું. જ્યારે તમે મારી પ્રતિજ્ઞાથી પરિચિત છે અને કોઈ પણ પ્રકારની ધામધૂમ વિના તમે તમારી પુત્રીને મારી અર્ધાગના માત્ર વાગ્દાનથી બનાવવાને ઈચ્છે છે, ત્યારે મને તેને સ્વીકાર કરવાની કશી પણ હરકત નથી. અને તેથી આજ સંધ્યા સમયે તમારી ઈચ્છા મુજબ વર્તવાને હું તૈયાર છું. રાયધવલજી ! તમે મને ખરા સમયે આશ્રય આપીને મારા ઉપર જે ઉપકાર