________________
મેવાડના પુનરુદ્ધાર
કર્યો છે અને વિશેષમાં તમારી પુત્રી પણ મને આપવા તૈયાર થયા છે, તેમા ચોગ્ય બદલે મારે તમને શી રીતે આપવા, તેના મને હંમેશાં વિચાર થયાં કરે છે. હાલની મારી વિચિત્ર અવસ્થામાં હુ' તમને કાંઈ કિંમતી ભેટ કે અમુક સારી જાગીર આપી શકતા નથી, એ જો કે દિલગીરી ભરેલુ છે; તા પશુ તમારા ઉપકારના બદલા વાળવાની ખાતર હું તમને ‘રાણા'ની પદ્મથી વિભૂષિત કરુ છુ” પ્રતાપસિંહે અલકાસુ`દરીના સ્વીકાર કરવાની કબૂલાત આપતાં કહ્યું.
૧૪૮
“મહારાણા!” રાયધવલે કહ્યું. “આપને આશ્રય આપીને મેં આપની જે આગતા સ્વાગતા કરી છે તે માટે આપને મનમાં કાઈ પણ પ્રકારના સદેહ રાખવાની જરૂરીઆત નથી; કારણ કે તિભાઈએ જાતિભાઈને સહાય કરવી, એને હું મારી ક્રૂરજ સમજું છું, તેથી મારાથી બનતી આપની જે સેવા મેં કરેલી છે, તેના બદલે આપવાની કશી પશુ અગત્ય નથી, તેમ છતાં જ્યારે આપ મને ‘રાણા'ની માનવંત ઉપાધિથી વિભૂષિત કરેા છે, ત્યારે હુ’ તેના સ્વીકાર કરુ છું. અને હવે હું મારી પુત્રીના વાગ્લાનની ક્રિયાની જરૂરજોગ તૈયારી કરવાને જવાની રજા માગું છું. યેાગ્ય સમયે મારી કુમાર આપને તેડવાને માટે આવશે; માટે આપ તે વખતે બે-ત્રણ સરદારા સાથે મારા મહેલે પધારશેા.”
પ્રતાપસિંહે ઈશારતથી હાકહી એટલે રાયધવલ ચાલ્યા ગયા અને તે પછી તે તથા સરદાર ગાવિંદસિંહ પણ ભવિષ્યમાં થનારા યુદ્ધની તૈયારી કરવાને અને આસપાસના પ્રદેશમાંથી સૈનિા મેળવવાના પ્રયાસ કરવાને પેાતાના નિવાસસ્થાને ગયા. પ્રતાપસિંહે પેાતાની પણુ કુટીમાં જઈને દેવી પદ્માવતીને રાયધવલની માગણી કહી દર્શાવી એટલે તેણે પશુ અલકાસુંદરીના સ્વીકાર કરવાને આગ્રહ કર્યો. સંધ્યા સમયે ચેાગ્ય મુક્તે પ્રતાપસિંહે અગ્નિદેવની સાક્ષીએ અલકાસુંદરી સાથે પાણિગ્રહણ કરીને તેને પેાતાની અર્ધાંગના બનાવી અને તે વખતથી અલકાસુંદરી પેાતાના પ્રિયતમની પણુ કુટીમાં જઈને તેણે જે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે પોતે પણ પ્રતિજ્ઞા લઈને રહેવા લાગી.