________________
૧૪૪
મેવાડને પુનરુદ્ધાર
સુશીતલ છાયામાં વસીને મેં યથેષ્ઠ આનંદને અનુભવ્યું છે, તે પ્રિય જન્મભૂમિના ઉદ્ધારને માટે પણ મારે મારા સર્વસ્વનું સવારણ કરવું, એ મારે ધર્મ છે અને એ ધર્મને બજાવવાને માટે મારી પાસે જે દલિત છે, તે હું આપને અર્પણ કરતા હોવાથી તેને તમારે શા માટે આપી દેવી જોઈએ ?' એવો પ્રશ્ન પૂછવાની આપને અગત્ય નથી અને તેથી મારી માગણને સ્વીકાર કરવાની હું આપને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.
પ્રતાપસિંહે હર્ષપૂર્વક કહ્યું. “મંત્રીશ્વર ! તમારા વડિલેએ મારા વડિલેની સેવા કરીને જે ધન મેળવ્યું હોય, તે વાસ્તવિક રીતે જોતાં તમારું જ કહેવાય અને તેથી તેની ઉપર મારો જરા પણ અધિકાર ગણાય નહિ; પરંતુ તમે મારે તેને મેવાડના ઉદ્ધારને માટે અર્પણ કરવાને તૈયાર થયા છે, ત્યારે હું તેને સ્વીકાર કરવાનું ઉચિત માનું છું અને તમારી આવી અલૌકિક ઉદારતા માટે તમને શત કેટી ધન્યવાદ આપું છું. ભામાશાહ ! “તમારા ધનથી મેવાડને જે ઉદ્ધાર થશે, તે તેને સઘળે યશ તમને જ મળશે અને રાજપુત જાતિનું ગૌરવ તમે જ સાચવી રાખ્યું છે, એમ ભવિષ્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. તમારી આ ઉદાર સહાયથી મારામાં હવે નવિન ચૈતન્ય પ્રકટયું છે અને તેથી હું હવે દૂરના દેશમાં ચાલ્યા જવાના વિચારને માંડી વાળું છું અને મેવાડના કલ્યાણના કાર્યમાં પુનઃ જોડાવાની વધારે દઢાગ્રહથી પ્રતિજ્ઞા કરું છું.”
ભામાશાહ પ્રતાપસિંહને નમન કરીને કહ્યું. “મહારાણા! મારી મિથ્યા પ્રશંસાની વાતને જવા દે; કારણ કે મેં જે કાંઈ કર્યું છે; તે મારી ફરજથી વિશેષ નથી કર્યું. અને તેથી મારી પ્રશંસા કરવાની કે મને ધન્યવાદ આપવાની જરૂરીઆત નથી, આપે કૃપા કરીને મારી વિનંતિને સ્વીકાર કર્યો, એ જ મારા મોટા ભાગ્યની વાત છે. મારું ધન મેવાડના ઉદ્ધારને માટે વપરાશે. એ વિચારથી મને ઘણે જ આનંદ થાય છે.”
ઠાકર રાવધવલે ભામાશાહની પ્રશંસા કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! તમારી આવી ઉદારતા અને દેશને ઉદ્ધાર કરવાની તમારી તીવ્ર લાગણી જોઈને મને ઘણો જ આનંદ થયે છે. જન્મભૂમિના કલ્યાણને માટે તમે આજે જે સ્વાર્પણ કર્યું છે, તે ઈતિહાસમાં સોનેરી અક્ષરેથી સર્વદા કેતરાઈ રહેશે અને તેથી મેવાડના ઉદ્ધારનું બધું માન તમને જ મળશે, એમ મહારાણાનું કહેવું છે, તે સર્વથા સત્ય છે. ધન્ય છે; ભામાશાહ ! તમારે જેવા