________________
ભામાશાહની દેશભક્તિ
૧૪૩
પછી આપણને અહીં રહેવાને અને મેવાડના ઉદ્ધાને માટે પ્રયાસ કરવાની કાંઈ હરકત છે ખરી ?”
“નહિ, તો પછી કશી પણ હરકત નથી; પરંતુ આપણી પાસે ધન વગેરે સાધન નથી. તેનું કેમ ?" પ્રતાપસિંહે તેની વાતને સ્વીકાર કરતાં પૂછયું.
“ મહારાણા !” ભામાશાહે કહ્યું. “આપની વાત ઠીક છે; પરંતુ જે આપ ધન વગેરે સાધનના અભાવે નિરાશ થઈને મેવાડને ત્યાગ કરવા ઈચછા ધરાવતા હો, તો આપની એ ઈચ્છાને અંતરમાં જ સમાવી દે; કારણ કે મારી પાસે આપના રાજ્યની સેવા કરીને મારા પૂર્વજોએ મેળવેલું જે પુષ્કળ ધન છે, તેને મેવાડના ઉદ્ધારને માટે આપના ચરણોમાં નજર કરું છું, એ ધનથી પચીશ હજાર માણસના સૈ યને બાર વર્ષ સુધી નિભાવી શકાય તેમ છે; માટે મહારાણું ! મારી આ સામાન્ય પ્રાર્થનાને સ્વીકાર કરી દૂરના દેશમાં ચાલ્યા જવાના વિચારને આપ તિલાંજલી આપી દે.”
ભામાશાહની આ અપૂર્વ સ્વદેશભક્તિ અને તેનું અલૌકિક સ્વાર્પણ જોઈને પ્રતાપસિંહે આશ્ચર્યા દર્શાવતાં પૂછ્યું. “મંત્રીશ્વર ! તમારી ઉદારતાને માટે હું તમને ધન્યવાદ આપું છું. પરંતુ જે ધન તમારું છે તેને મારે શા માટે લેવું જોઈએ ? અને તમારે મને શા માટે આપી દેવું જોઈએ ?”
ભામાશાહે કાંઈક દિલગીરી ભરેલા અને કાંઈક આવેશપૂર્ણ સ્વરથી કહ્યું. “મહારાણ! આપ શું કહો છો તે હું સમજી શકતો નથી. જે ધન આપને હું પણ કરવા માગું છું, તે અલબત્ત મારા કબજામાં છે; પરંતુ તેથી તે મારું શી રીતે થયું ? મારા પૂર્વજોએ આપના પૂર્વજોની સેવા કરીને ત ધન મેળવેલું છે અને તેથી વસ્તુત તે આપનું જ છે; મેવાડના મહારાણું તરીકે આપ જ તેના સ્વામી છે. સેવકની સંભાળ લેવાની અને તેના દુઃખમાં સહાય કરવાની જેમ સ્વામીને માથે ફરજ રહેલી છે, તેમ સ્વામીના દુઃખે દુઃખી થવાની અને પિતાનું અર્પણ કરીને પણ તેની કિંચિત્ સેવા બજાવવાની ફરજ સેવકની ઉપર પણ રહેલી છે. મારી આ ફરજના અંગે હું મારી પાસેના ધનને આપને જ્યારે અર્પણ કરવા માગું છું ત્યારે આપે તેને અસ્વીકાર શા માટે કરવો જોઈએ ? સ્વામી-સેવકના સંબંધને ઘડીભર બાજુએ રાખીએ; તો પણ જે ભૂમિ મારી જન્મદાતા છે, જે ભૂમિમાં રહીને મેં મારું આટલું જીવન સુખપૂર્વક વ્યતિત કર્યું છે, જે ભૂમિના અન્નપાણીથી મારું શરીર પિોષાયું છે, જે ભૂમિ મારા દેશબાંધી આશ્રય પ્રદાતા છે અને જે ભૂમિની