________________
૧૪૨
મેવાડને પુનરુદ્ધાર
દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી આપણે તેને જે કે સર્વથા વિસરી જશું નહિ; તે પણ વિસરી જવા જેવું કરીએ છીએ, એ સત્ય છે; પરંતુ અત્યારે આપણી જે દુર્બળ સ્થિતિ છે, તેમાં રહીને આપણે શું મેવાડનો પુનરુદ્ધાર કરી શકીએ તેમ છીએ કે? આપણે એ જવાબદારીને વળગી રહીને આપણા આશ્રયદાતાને પણ જોખમમાં શા માટે ઉતારવા જોઈએ ?" મહારાણાએ ભામાશાહના પ્રશ્નને ઉત્તર આપતા પૂછ્યું.
ભામાશાહ તેનાં આ પ્રશ્નથી વિચારમાં પડી ગયું. તેણે કેટલાક સમય સુધી વિચાર કરીને કહ્યું. “મહારાણું ! આપના વિચારો આપણી વર્તમાન સ્થિતિને વિચાર કરતાં જે કે અસત્ય તો નથી; તે પણ આપણે ગમે તે ભોગે મેવાડને ઉદ્ધાર કરવો જ જોઈએ, એ મારે દૃઢાગ્રહ છે.”
અને મારે પણ તે જ આગ્રહ છે.” ગોવિંદસિંહે કહ્યું.
તમારો ઉભયને આગ્રહ બરાબર છે; પરંતુ આપણે મેવાડને ઉદ્ધાર શી રીતે કરવો ? આપણી પાસે ધન નથી, સૈનિકે નથી અને તે ઉપરાંત યુદ્ધનાં સાધને પણ નથી; તેમ છતાં મેવાડના ઉદ્ધારની જવાબદારીને વળગી રહીને આપણે શું કરવાના છીએ ?” મહારાણાએ પૂછ્યું.
ભામાશાહે કે ગોવિંદસિંહે તેને કાંઈ પણ ઉત્તર આપે નહિ, એટલે તેણે પુનઃ કહ્યું. “ભામાશાહ અને ગોવિંદસિહજી ! આ સ્થળને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાથી આપણે જે કઠોર પ્રતિજ્ઞા લીધી છે, તેને ત્યજી દઈને આપણું કર્તવ્યથી ચલિત થવું, એવો મારા કથનને ભાવાર્થ નથી. મારું કથન તે એટલું જ છે કે મેવાડના ઉદ્ધારની જયારે એક પણ આશા રહી નથી, ત્યારે આપણે અહીં પડયા રહીને અન્યને ભારરૂપ શા માટે થવું જોઈએ ? આપણી પાસે જે ધન હોત, સૈન્ય હેત અને જે યુદ્ધનાં સાધને હત, તો શું આપણે આપણી માતૃભૂમિને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાનું પસંદ કરત ખરા ? નહિ જ; પરંતુ જ્યારે આપણી પાસે કાંઈ પણ સાધન નથી, ત્યારે નાહક આપણે અહીં શા માટે પડયા રહેવું જોઈએ ?”
ભામાશાહે તુરત જ કહ્યું. “મહારાણા! આપણી પાસે કશું પણ સાધન નથી અને તેથી “અહીં શા માટે પડયા રહેવું જોઈએ' એ આપની માન્યતા સત્ય છે, પરંતુ આપણે જો ધન વગેરે સાધનો મેળવી શકીએ તે