________________
૧૪૦
મેવાડને પુનરુદ્ધાર
ગુજાર્યા બાદ પ્રતાપસિંહ એક વખતે પિતે બંધાવેલી વાવના આગળના ચોરા ઉપર બેઠા હતા અને અનેક પ્રકારના વિચારોમાં લીન થઈ ગયે હતો ત્યારે ભામાશાહ તથા ગોવિંદસિંહ ત્યાં આવી પહોંચ્યા અને તેને નમન કરીને તેની સામે ઊભા રહ્યા. પ્રતાપસિંહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને તેમની સામે જોયું અને તે પછી મંદ સ્મિત કર્યું.
ગોવિંદસિંહ તથા ભામાશાહે પણ તેના પ્રત્યુત્તરરૂપે મંદ સ્મિત કર્યું. ત્યારબાદ ક્ષણવાર રહી ગોવિંદસિંહે કહ્યું. “મહારાણા! મોગલોને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે; કારણ કે બાદશાહને અત્યંત માનીતે સેનાપતિ અબદુલરહીમખાં ખાનખાન મોગલોનું વિશાળ સૈન્ય લઈને આ તરફ ચાલ્યો આવે છે, એવી ખબર આપણે એક ભીલ હમણાં જ લાવ્યા છે, મને લાગે છે કે આપણને આ સ્થળને ત્યાગ એકદમ કરીને અન્યત્ર ચાલ્યા જવાની અગત્ય છે.”
પ્રતાપસિંહે આ ખબર સાંભળી લઈને કાંઈક દિલગીરી યુક્ત સ્વરથી પૂછ્યું “પરંતુ આપણે કયાં ચાલ્યા જઈશું ? મેવાડની આસપાસનું એક પણ સ્થળ આ૫શુ નિવાસને માટે હવે યોગ્ય રહ્યું નથી; કારણ કે મોગલો પ્રત્યેક ગુપ્ત સ્થળથી જાણીતા થઈ ગયા છે અને તેથી તેઓ આપણને હવે જરા વાર પણ સુખે બેસવા દેશે નહિ. આ સ્થિતિમાં મારી માન્યતા પ્રમાણે આપણને સિંધના રણની પેલે પાર ચાલ્યા જવાની અગત્ય છે. કેમ, ભામાશાહ! તમારી શી માન્યતા છે ?”
ભામાશાહ પિતાને પૂછેલા પ્રશ્નને ઉત્તર આપવાને જાતે હતા; પરંતુ તે દરમ્યાન ઠાઠેર રાયધવલ ત્યાં આવી પહોંચ્યું અને પ્રતાપસિંહને નમન કરીને પૂછ્યું, “શી વાતચીત ચાલી રહી છે, મહારાણા !”
મહારાણાએ ઠાકોર રાયધવલને હર્ષથી આવકાર આપી પોતાની પાસે બેસાર્યો અને તે પછી ઉત્તર આપ્યો, “ઠીકેર હાલના સમયમાં બીજી શી વાતચીત હોય ? મોગલેને અમારા આ નિવાસસ્થાનની પણ ખબર પડી છે. અને તેથી તેઓ આ તરફ અમને પકડવાને માટે ચાલ્યા આવે છે, એવા સમાચાર અમારા એક દૂતે આપતાં અમે તે સંબંધી વિચાર કરીએ છીએ.”
શું મોગલેને આ સ્થળને પણ પ મળી ગયું ! બહુ જ આશ્ચર્યની વાત; પરંતુ આપે તે સંબંધી શે વિચાર કર્યો છે ?” રાયધવલે આશ્ચર્ય દર્શાવતાં પૂછયું.