________________
૧૩૮
મેવાડને પુનરુદ્ધાર
લગ્ન પછી તારે મારી જેમ સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુ-જીવન ગુજારવું પડશે. કહે, આ તને કબૂલ છે?' પ્રતાપે પુનઃ પૂછયું.
હૃદયેશ્વર ! આ તે શું, પણ આપની ગમે તે શરત મારે કબૂલ છે. આપ જ વિચાર કરો કે આપ જ્યારે સામાન્ય પર્ણકૂટીમાં રહીને આ૫નું જીવન ગુજારતા હશે, ત્યારે શું હું રાજમહેલમાં રહીને એશઆરામ કરીશ ? કદિ નહિ. હું તે આપની છાયાની જેમ આપના સુખમાં અને દુઃખમાં ભાગ લેવાને આપની આજ્ઞાનુવતિની બનીને આપની સાથે જ રહીશ અને આપના ચરણની સેવા કરીને મને પિતાને ભાગ્યશાલિની ગણીને આનંદ માનીશ.” અલકાએ શરતને સ્વીકાર કરતાં ઉત્તર આપે.
પ્રતાપે હસીને કહ્યું. “બહુ સારું. હું હવે જાઉં છું.”
એમ કહીને પ્રતાપ પોતાની પ્રિયતમાને પ્રેમમયી દૃષ્ટિથી જોત જોતા આગળ ચાલે એટલે અલકાએ તેને સંબોધીને ઊભા રહેવાની ઈશારત કરતાં તે ઊભો રહ્યો. અલકા તેની પાસે ગઈ અને પિતાના હસ્તમાં ગુલાબના પુષ્પોની તૈયાર કરેલી જે માળા હતી, તે તેના કંઠમાં પહેરાવી દીધી. પ્રતાપ તેનું ચાતુર્ય જોઈને હસી પડ્યો. તે પછી તેણે એ માળાને પિતાના કંઠમાંથી લઈને અલકાના કંઠમાં તેને આરોપણ કરી અને ત્યાર પછી તે ત્વરાથી ત્યાંથી ચાલ્યો ગયો. અને ગુલાબનાં પુષ્પોની એ માળા અલકાસુંદરીના સુંદર કંઠમાં અને તેના અતિ ઉચ્ચ સ્તનપ્રદેશ ઉપર સ્થાન મેળવીને કૃતાર્થ થઈ.