________________
૧૩૬
મેવાડને પુનરુદ્ધાર
કરવાને અને આપના સ્વદેશસેવાના પુણ્ય કાર્યમાં એક સ્ત્રી જેટલી સહાય પિતાના પ્રાણનાથને કરી શકે તેટલી સહાય કરવાને માટે જ હું આપને ચાહું છું–ખરા હૃદયથી ચાહું છું અને તેથી મહારાણું આપને વિનંતિ કરીને કહું છું કે આપ મારા પ્રેમને સ્વીકાર કરી મને અનાથને સનાથ બનાવે.”
પ્રતાપસિંહ અલાસુંદરીની આ લાંબી દલીલ સાંભળીને વિચારમાં પડી ગયું. તેણે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “અલકાસુંદરી ! તમારા હૃદયની શુદ્ધ લાગણી અને તમારી શુભેચ્છા જઈને મને ઘણો જ આનંદ થાય છે; પરંતુ તમારી એ લાગણી અને શુભેરછી કાયમ ટકી રહેશે કે કેમ, એની મને શંકા રહે છે. તમે જાણે છે કે મેગલ શહેનશાહ અકબર મને નમાવવા, ખુવાર કરવા અને બની શકે તો પકડી કેદ કરવાને માટે બહુ જ આતુર થઈ રહ્યો છે અને તે માટે પોતાના સૈન્યને વારંવાર મેકલીને મને હેરાન કરવામાં કશી પણ મણું મૂકતું નથી. આવી વિપદ્રગ્રસ્ત સ્થિતિમાં મારે આ સ્થળને ક્યારે અને કઈ ઘડીએ ત્યાગ કરવો પડશે, તે તથા આ સ્થળને ત્યાગ કરીને મારે મારા આતજનને બચાવ કરવાને કયાં નાસી જવું પડશે, તે ચોક્કસ નથી અને તેથી મને ચાહવામાં અને મારે સ્નેહ સંપાદન કરવામાં તમને સુખને અંશમાત્ર પણ મળવાને સંભવ નથી. આ કારણથી હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમારો પ્રેમ મને અર્પણ કરીને તેના બદલામાં મારે સ્નેહ મેળવવાની વાતને તમે વિસારી દેજે.”
અલકાસુંદરીએ ગંભીર ભાવથી કહ્યું “મહારાણા ! હવે ક્યાં સુધી કસોટી કરશે? હું આપને એક વખત કહી ચૂકી છું અને હજુ પણ કહુ છું કે હું આપને ખરા હદયથી ચાહું છું અને તેથી આપ જે કદાચ મારા સ્નેહને તિરસ્કાર કરશે; તે પણ આપના પ્રતિ મારે જે નેહ બંધાય છે, તેમાં સહેજ પણ ન્યુનતા થશે નહિ.”
- અલકાસુંદરીની દઢતા જોઈને પ્રતાપસિંહ ઘડીભર વિચાર સાગરમાં ગોથાં ખાવા લાગ્યો. તેને શું જવાબ આપ, એની તેને સમજણ પડી નહિ અને તેથી તે તેના પ્રતિ અનિમિષ નયનેએ જેતે મૌનપણે ઊભો રહ્યો.
અલકાસુંદરીએ તેને નિરુત્તર રહેલો જોઈને આવેશપૂર્ણ સ્વરે કહ્યું. “મહારાણું ! હવે શો વિચાર કરે છે ? આ આતુર હાય બાળાને હવે વધારે શા માટે તલસા છે ?”